________________
७५
પ્રથમ: :
अनुरागाल्लुठद्वाष्पमनुयान्तं पुरीजनम् । अभाषिष्टेति भूपालः, प्रीतिपेशलया गिरा ॥३४९॥ चिरं परिचयात् क्रोधादज्ञानाद्वा प्रलोभतः । राज्यश्रीप्रणयोन्मादादपराद्धा यतस्ततः ।।३५०।। तत्तत् क्षाम्यन्तु मे सर्वं, यद्यदागो मया कृतम् । श्रुत्वेदमरुदन् पौरा, मृतप्रियजना इव ॥३५१॥ स्मरन्तः स्वामिनः कामं, गुणानेणाङ्कनिर्मलान् । नगरो नागरा जग्मुर्देहेन मनसा नहि ॥३५२॥
રાજાનું નગરથી પ્રયાણ, નગરજનના વિલાપ. તે વખતે રાજા ઉપરના તીવ્ર અનુરાગથી અશ્રુપાત કરતા અને પાછળ આવતા એવા નગરજનોને રાજાએ પ્રીતીપૂર્વક કહ્યું ક:- (૩૪૯)
ચિર પરિચયથી, ક્રોધથી, અજ્ઞાનથી કે લોભથી અથવા રાજ્યશ્રીના પ્રણયથી કે ઉન્માદથી મેં જે કાંઈ તમને દુભવ્યા હોય. (૩૫૦)
અથવા જે કાંઈ મેં તમારો અપરાધ કર્યો હોય તે બધા મારા અપરાધ ક્ષમા કરજો.” આ પ્રમાણે સાંભળીને જાણે પોતાના પ્રિયજન મરણ પામ્યા હોય તેમ પૌરજનો આર્તસ્વરે રૂદન કરવા લાગ્યા. (૩૫૧).
ચંદ્ર જેવા નિર્મળ સ્વામીના ગુણોનું અત્યંત સ્મરણ કરતા નગરજનો મનથી નહિ પણ શરીરથી નગરી તરફ પાછા વળ્યા. (ઉપર)
પછી કાંઈક માર્ગ ઓળંગ્યા પછી સુલોચનાએ થાકી જવાથી