________________
પ્રથમ: સર્વાં:
क्रीडां कृत्वा नभःक्रोडे, ययावस्तं गभस्तिमान् । न कश्चित् क्रायकोऽस्माकं मुनिः स्वर्णसमुत्सुकः ॥४१३॥
>
करिष्ये कर्म तेऽवश्यं, राज्ञेत्युक्तेऽथ सोऽवदत् । कर्त्तासि किमु मे कर्म ?, स ऊचे यन्निदेक्ष्यति ॥४१४||
कालदण्डाभिधानोऽहं निषादः कोपकाननम् । गङ्गासव्यश्मशानेशो, द्वितीय इव दण्डभृत् ॥ ४१५ ॥
रक्षितव्यं श्मशानं मे, ग्रहीतव्यं मृताम्बरम् । किञ्चिद्दग्धानि काष्ठानि, ग्राह्याणि चितितस्त्वया ॥ ४१६ ॥
यत्तत्रोत्पद्यते तस्य, गृह्णात्यर्द्धं महीश्वरः । अन्यस्यार्द्धस्य भागौ द्वौ, मामकस्तावकोऽपरः ॥४१७॥
८९
ગગનરૂપી ઉત્સંગમાં ક્રીડા કરી સૂર્ય અસ્ત થયો. છતાં મને ખરીદનાર કોઈ મળ્યો નહિ, અને આ ઋષિ સુવર્ણને માટે ઉતાવળ કરે છે (૪૧૩)
માટે આનું કહેવું કબૂલ કરવું. એમ ચિંતવીને રાજાએ કહ્યું કઃ- “કરીશ” ચંડાળે કહ્યું કે, મારૂં શું કામ કરીશ. ! એટલે રાજા બોલ્યો કે, તું જે કહીશ તે કરીશ. (૪૧૪)
એટલે ચંડાળ બોલ્યો કે :- કોપના વનરૂપ અને બીજા યમના જેવો હું કાળદંડ નામે ચંડાળ ગંગાની જમણી બાજુના સ્મશાનનો સ્વામી છું. (૪૧૫)
તારે તે મારા સ્મશાનની રક્ષા કરવી અને મૃતકનું વસ્ત્ર લેવું તથા કંઈક દગ્ધ થયેલા કાષ્ઠ ચિતામાંથી લઈ લેવા. (૪૧૬)
તેનું જે મૂલ્ય ઉપજે, તેમાંથી અર્ધભાગ રાજા લે છે. અને બીજા અર્ધભાગના બે ભાગ કરી એક ભાગ મને આપવો અને