________________
श्री मल्लिनाथ चरित्र बन्दिवृन्देषु सानन्दं, पठत्सु बिरुदावलीः । आजगाम नृपः सौधं, विमानमिव नाकसत् ॥१९२।। ततः प्रभृति पद्मायाः, प्रेमभिर्भूपतेर्मनः । अरजि कम्बल इव, लाक्षारङ्गैविकस्वरैः ॥१९३।। एवंरूपकथोपेतः, सोऽहमस्मि सुधीर्बलः । यन्मे संसारवैराग्यं, तत् सर्वं कथयिष्यते ॥१९४॥ तथाऽन्येद्युघुसन्नाथ इव दन्तीन्द्रपृष्ठगः । चतुरङ्गचमूयुक्तः, क्रीडार्थमचलं पथि ॥१९५॥ विस्मेरमञ्जरीपुञ्जम गुञ्जन्मधुव्रतैः ।
पथिकान् परिपृच्छन्तमिव स्वागतमागतान् ॥१९६।। રાજા દેવ જેમ પોતાના વિમાનમાં આવે તેમ પોતાના મહેલમાં આવ્યો. (૧૨)
ત્યારથી પદ્મનેત્રાના વિકસ્વર પ્રેમથી લાક્ષારંગથી કંબલની જેમ રાજાનું મન અત્યંત રંજિત થયું. (૧૯૩)
હે સુજ્ઞ બળરાજા ! આવા પ્રકારની કથાવાળો જે રત્નચંદ્ર તે હું પોતે જ છું હવે આ સંસારથી મને જે કારણે વૈરાગ્ય થયો તે કારણ કહું છું. (૧૯૪) વસંતઋતુનું આગમન-ફાલી ફૂલી વનરાજીની શોભા.
એક દિવસે ઈંદ્રની જેમ ગજેન્દ્રના પૃષ્ઠપર બેસી ચતુરંગસૈન્યથી પરિવૃત્ત થઈ હું ક્રીડા કરવા ચાલ્યો. (૧૯૫)
એવામાં રસ્તે ચાલતાં વિકસ્વર મંજરીના પેજ પર મધુર રીતે ગુંજારવ કરતાં ભમરાઓથી જાણે આવતા મુસાફરોને સ્વાગત પુછતાં હોય તેવા. (૧૬)