________________
પ્રથમ: સઃ
एकं तादृग्महातीर्थं, हरिश्चन्द्रोद्धृतं परम् । एकं सुवर्णमपरं, परं परिमलाकुलम् ।।२२६।। तत्रास्थां तीर्थसेवायै, कुर्वाणोऽष्टाह्निकोत्सवम् । इदानो प्रभुपादान्ते, प्रविव्रजिषुरागतः ॥२२७।। अथोवाच बलो राजा, किमिदं तीर्थमुत्तमम् । कोऽयं राजा हरिश्चन्द्रः, स्वामिन्निति निगद्यताम् ॥२२८।। महीश ! जम्बूद्वीपेऽस्मिन्, क्षेत्रे दक्षिणभारते । अभूत्कुलकरो नाभिराभिमुख्यमिव श्रियाम् ॥२२९॥ मरुदेवा प्रिया तस्य, स्वच्छा शान्ता पतिव्रता । तयोरात्मभवः श्रीमान्, भगवानृषभध्वजः ॥२३०॥
એક તો મહાતીર્થ અને તેનો હરિશ્ચંદ્ર જેવા રાજાએ ઉદ્ધાર કરાવ્યો. તેથી એક તો સુવર્ણ અને તેમાં સુગંધ ભેળવવા જેવું થયું. અર્થાત્ સોનામાં સુગંધ ભળી. (૨૨૬)
ત્યાં અઠ્ઠાઈ મહોત્સવપૂર્વક મેં તીર્થસેવા કરી અને ત્યાંથી દીક્ષા લેવાને ઇચ્છુક હું આપની પાસે આવ્યો છું. (૨૨૭)
તે સાંભળી બળરાજા બોલ્યો કે - “હે સ્વામિન્ ! એ ઉત્તમ તીર્થ શી રીતે ? એ હરિશ્ચંદ્ર રાજા કોણ હતા ? તે કૃપા કરીને જણાવો.” (૨૨૮) શક્રાવતાર તીર્થનો ઇતિહાસ. હરિશ્ચંદ્રરાજાનું કથાનક.
એટલે આચાર્ય ભગવંત બોલ્યા કે :- “હે રાજન્ ! આ જંબૂદ્વીપના દક્ષિણભરતક્ષેત્રમાં લક્ષ્મીના એક સ્થાનભૂત એવા નાભિકુલગર થયા. (૨૨૯)
તેને પવિત્ર, શાંત, પતિવ્રતા મરૂદેવા નામે પ્રિયા હતી, તેમના