________________
२८
प्रत्यवादीत्कुलपतिश्चम्पायां पुरि शङ्खराट् । तस्याभून्नन्दिनी नेत्रानन्दिनी पद्मलोचना ॥ १२४॥
श्री मल्लिनाथ चरित्र
इतश्च केनचिद्बालाऽपहृता जालकान्तरात् । न भवेदन्यथाभावः, पूर्वोपार्जितकर्मणाम् ॥ १२५ ॥
एतस्यां हन्यमानायां, रत्नचन्द्रः कुतश्चन । समागात्तत्र युद्धेन, योगिनं तं जघान च ॥१२६॥
नृपपुत्र्या तया सार्द्धं चलितो वसुभूतिजः । निशि वंशदरीकोणे, तां कृत्वा द्वारि सोऽस्वपत् ॥१२७॥
इतश्च योगिशिष्येण, पदिकेनेव गरे । समागत्यापजह्रे सा, द्वारं निर्माय पश्चिमम् ॥ १२८॥
“હે સ્વામિન્ ! એ શંખરાજા અને પદ્મલોચના કોણ ?(૧૨૩)
એટલે કુલપતિએ કહ્યું કે ચંપાપુરીમાં શંખ નામે રાજા છે. તેમને નેત્રને આનંદ આપનારી પદ્મલોચના નામે પુત્રી છે. (૧૨૪)
એકવાર ગવાક્ષમાંથી તેનું કોઈએ અપહરણ કર્યું. કારણ કે પૂર્વોપાર્જિત કર્મ અન્યથા થતું નથી. (૧૨૫)
એ બાળાને એક યોગી મારતો હતો એવામાં રત્નચંદ્રકુમાર ક્યાંથી ત્યાં આવી ચડ્યો અને યુદ્ધ કરીને તે યોગીને તેણે મારી નાંખ્યો. (૧૨૬)
પછી તે રાજપુત્રીની સાથે રત્નચંદ્ર આગળ ચાલ્યો. અને રાત્રે વંશ (વાંસ)ની ઘટાના એકભાગમાં તેને સુવાડીને પોતે દ્વાર પાસે ચોકી કરવા રહ્યો અર્થાત્ દ્વાર પાસે તે સૂતો. (૧૨૭)
એવામાં પાદચારીની જેમ તે યોગીના શિષ્યે ત્યાં આવીને