________________
२७
પ્રથમ: સ: तत्र प्रविश्य भूपालतनयो विनयोज्ज्वलः । भक्त्या कुलपतिं नत्वा, निषसाद विनेयवत् ॥११९॥ इतश्च तापसद्वन्द्वे, प्रणन्तरि कृताञ्जलौ । पप्रच्छ तापसस्वामी, स्वागतं प्रीतिकार्मणम् ॥१२०॥ अथ तावूचतुः पूज्य !, स्वागतं त्वत्प्रसादतः । अस्मन्मुखेन वः पादान्, शङ्खराजो नमस्यति ॥१२१॥ सुखेन तत्र संप्राप्ता, पित्रोर्नेत्रसुधा प्रभो ! । नमत्यस्मद्गिरा युष्मच्चरणौ पद्मलोचना ॥१२२॥ निशम्य शङ्खनामादि, बभाषे रत्नचन्द्रमाः ।
कोऽयं शङ्खमहीपालः, का वेयं पद्मलोचना ? ॥१२३॥ સમાન છે એવા આશ્રમને તેણે જોયો. (૧૧૮)
પછી ત્યાં પ્રવેશ કરીને વિનયથી ઉજ્જવલ રાજકુમાર શિષ્યની જેમ ભક્તિપૂર્વક કુલપતિને નમસ્કાર કરીને બેઠો. (૧૧૯)
આ બાજુ બે તાપસોએ આવીને અંજલિપૂર્વક કુલપતિને પ્રણામ કર્યા. એટલે તાપસસ્વામીએ પ્રીતિના આકર્ષણરૂપ તેમને સ્વાગત પૂછ્યું. (૧૨)
તેઓ બોલ્યા કે – “હે પૂજ્ય ! તમારી કૃપાથી અમને સ્વાગત છે. અને અમારા મુખદ્વારા શંખરાજા આપનાં ચરણમાં નમસ્કાર કરે છે (૧૨૧)
વળી “હે પ્રભો ! માતા-પિતાના નયનને સુધારૂપ તે પદ્મલોચના સુખેથી ત્યાં પહોંચી ગઈ છે. અને તે પણ અમારા વચનદ્વારા આપના ચરણને નમન કરે છે.” (૧૨૨)
આ પ્રમાણે શંખરાજાનું નામ સાંભળીને રત્નચંદ્ર બોલ્યો કે -