________________
श्री मल्लिनाथ चरित्र ताविमौ तापसौ शान्ततामसौ कोपनिग्रहात् । રૂદીયાતી મુળાક્ઝોધે , પ્રષ્ટગર્વ થત: પુન: I૬૪૪ll अहं वैदेशिकः स्वामिन् !, प्रदेशमिममागमम् । गन्ता चम्पापुरी पृथ्वीसमालोकनकौतुकी ॥१४५।। स्वामिन् ! प्रसादमाधाय, दर्शयादर्शशुद्धधीः । चम्पायाः पदवीं साधुः, प्रार्थनाविमुखो नहि ॥१४६॥ अथर्षिर्दर्शयामास, चम्पामागं तपोवनात् । तस्यां पुरि समायातो, वसुभूतिनृपात्मजः ॥१४७॥ હર્ષપૂર્વક શંખરાજાની પાસે મોકલી. (૧૪૩)
કોપનો નિગ્રહ કરવાથી તામસ સ્વભાવ જેમનો શાંત થયો છે એવા તે જ આ બે તાપસો તેને મૂકીને અહીં પાછા આવ્યા છે. હવે તે ગુણસાગર ! તમારું આગમન અહીં શી રીતે થયું તે કહે :- (૧૪૪)
એટલે રાજકુમાર કહેવા લાગ્યો કે :
હે સ્વામિન્ ! હું પરદેશી છું. ચાલતાં ચાલતાં આ પ્રદેશમાં આવી ચડ્યો છું. પૃથ્વી જોવાના કૌતુકથી મારે હવે ચંપાપુરી તરફ જવું છે, (૧૪૫)
માટે હે સ્વામિન્ ! આદર્શની જેમ વિશુદ્ધ બુદ્ધિવાળા એવા આપ કૃપા કરીને મને ચંપાપુરીનો માર્ગ બતાવો. કારણ કે સાધુજન પ્રાર્થનાથી વિમુખ હોતા નથી.” (૧૪૬)
પછી ઋષિએ તે તપોવનથી તેને ચંપાનો માર્ગ બતાવ્યો, એટલે રત્નચંદ્રકુમાર ચંપાનગરીમાં આવ્યો. (૧૪૭)
ત્યાં સમસ્ત નગરી જોઈને કન્યાના અંતઃપુર પાસે ઉંચા