________________
३६
कियत्यथ गते काले, परलोकं प्रपित्सुना । રાજ્યે મૂતિના ન્યો, રલચન્દ્રઃ સુમે વિને ॥૬॥
असौ ररक्ष भूपीठमखिलं ग्रामलीलया । अरिषट्कं निजग्राह, दुर्ग्रहं शास्त्रसम्पदा ||१६४||
श्री मल्लिनाथ चरित्र
अन्येद्यवि निशाशेषे, सुखसुप्तं क्षितीश्वरम् । सर्प: सदर्पो निद्राणं, वामपाणौ ददंश तम् || १६५।।
आहूता मान्त्रिकास्तेषामुपचारपरम्परा । अजायत वृथा सर्वा, दुर्जनोपकृतिर्यथा ॥ १६६ ॥
अथ विज्ञाय पञ्चत्वं, प्रस्थितं पद्मलोचना । विललापेति विरसैर्विषदिग्धैरिवाक्षरैः ॥१६७॥
હવે કેટલાક કાળ ગયા પછી પરલોક સાધવાને તત્પર થયેલા રાજાએ શુભ દિવસે રત્નચંદ્રને રાજ્ય ઉપર બેસાડ્યો. (૧૬૩)
એક ગામની લીલાની જેમ સમસ્ત ભૂપીઠનું રક્ષણ કરનારા રાજાએ શાસ્ત્રસંપત્તિથી દુઃખે કરી નિગ્રહ કરી શકાય તેવા ષડરિપુનો નિગ્રહ કર્યો. (૧૬૪)
એકવાર સુખે સૂતેલા રત્નચંદ્રરાજાને થોડી રાત્રી બાકી હતી અને ડાબા હાથમાં ઝેરી સર્પે દંશ દીધો. (૧૬૫)
તુરત જ અનેક માંત્રિકોને બોલાવ્યા. તેઓએ ઘણા ઉપચાર કર્યા, પણ દુર્જન ઉ૫૨ કરેલા ઉપકારની જેમ તે બધા વૃથા (ફોગટ) ગયા. (૧૬૬)
એટલે રાજાને મરણ પામેલા જાણીને પદ્મલોચના રાણી જાણે વિષથી વ્યાપ્ત હોય તેવા વિરસ અક્ષરોથી આ પ્રમાણે વિલાપ કરવા લાગી કે (૧૬૭)