________________
श्री मल्लिनाथ चरित्र धीमानशुभकालस्य, हरणं विदधीत यत् । न विधेया क्वचिच्चिन्ता, कालः कालो भविष्यति ॥१३४॥ विमृश्यैवं सुता राज्ञस्तं प्रत्याह स्मितोत्तरम् । युक्तमुक्तं त्वया सर्वं, परं मम वचः शृणु ॥१३५।। अस्मद्वयस्या देवश्रीविद्यते तापसाश्रमे । प्रपन्नमेतया सार्धमेवं शपथपूर्वकम् ॥१३६।। आवाभ्यां रूपलावण्यपुण्यश्रीभ्यां ससौहृदम् । एक: कार्यः पतिः प्रीतिरतिभ्यामिव मन्मथः ॥१३७॥ तदाश्रममनुप्रीतस्त्वरस्व गुणवारिधे ! ।
एकद्रम्मेण ते भावि, पणितद्वयमुत्तमम् ॥१३८।। ક:- “ગમે તેમ થાઓ પણ રાજકુમારને મારે મેળવવો જોઈએ. (૧૩૩)
બુદ્ધિશાળી પુરુષ કાંઈપણ ચિંતા કર્યા વિના અશુભકાળને પસાર કરે છે. કારણ કે કાળક્ષેપ થતાં અનુકૂળ કાળની પ્રાપ્તિ થઈ શકે છે.” (૧૩૪).
આ પ્રમાણે વિચાર કરીને રાજપુત્રીએ સ્મિતપૂર્વક ઉત્તર આપતાં તેને કહ્યું કે :- હે ભદ્ર ! તે બધું ઉચિત જ કહ્યું. પણ મારૂં વચન સાંભળ (૧૩૫)
તાપસ આશ્રમમાં મારી દેવશ્રી નામે સખી છે. તેની સાથે શપથપૂર્વક મેં એવી પ્રતિજ્ઞા કરી છે કે (૧૩૬).
રૂપ અને લાવણ્યની પુણ્યશ્રીયુક્ત એવી આપણે બંનેએ રતિ અને પ્રીતિએ મન્મથ (કામદેવ)ની જેમ સખીપણાને લીધે એક જ પતિ કરવો. (૧૩૭)
માટે હે ગુણસાગર ! પ્રસન્ન થઈને તું આશ્રમ તરફ સત્વર