________________
२६
श्री मल्लिनाथ चरित्र समाधिध्यानमाधाय, श्रद्धासंशुद्धमानसः । देवभूयमगादेष, गन्धारः पञ्चमेऽहनि ॥११४॥ युग्मम् रत्नेन्दुः प्रेतकार्याणि, कृत्वाऽस्य निजबन्धुवत् । तस्माच्चचाल पूर्वाशामुद्यमी देवतासखः ॥११५।। सिच्यमानतरुं मुग्धतापसैः कुटवाहिभिः । क्रीडन्मृगाङ्गनाग्रामं, नीवारै राजिताजिरम् ॥११६।। इङ्गदीतैलनिर्माणव्यग्रतापसकन्यकम् । तिम्यत्तारवतन्तूनां, मालया राजितोटजम् ॥११७।। वेदिकामार्जनानिष्ठऋषिपत्नीमनोहरम् ।
अपश्यदाश्रममसौ, दृक्चकोरीहिमद्युतिम् ॥११८॥ त्रिभिर्विशेषकम् ભાવપૂર્વક શુદ્ધ નમસ્કાર મહામંત્ર સંભળાવવા માંડ્યો. (૧૧૩)
શ્રદ્ધાથી શુદ્ધ મનવાળો તે ગંધાર શ્રાવક સમાધિધ્યાનમાં લીન થઈને પાંચમે દિવસે દેવપણાને પામ્યો. (૧૧૪)
પછી પોતાના બાંધવની જેમ તેની ઉત્તરક્રિયા કરીને દેવસદેશ નિર્ભય અને ઉદ્યમી એવો રત્નચંદ્ર ત્યાંથી પૂર્વદિશા તરફ ચાલ્યો. (૧૧૫)
એવામાં કુદ્દાલને વહન કરતાં મુગ્ધ તાપસો વૃક્ષોને સિંચન કરી રહ્યા છે, જ્યાં મૃગલીઓ ક્રીડા કરી રહી છે, (૧૧૬)
જ્યાં નિવાર-તંદુલથી આંગણું શોભી રહ્યું છે, જ્યાં નારંગીનું તેલ બનાવવામાં વ્યગ્ર તાપસ કન્યાઓ દેખાય છે, તિમીવૃક્ષોના તંતુઓની માળાથી જયાં ઝૂંપડી શોભી રહી છે, (૧૧૭)
વેદિકાનું પ્રમાર્જન કરવામાં તત્પર ઋષિપત્નીઓથી જે મનોહર લાગે છે અને દૃષ્ટિરૂપ ચકોરીને આનંદ આપવામાં જે ચંદ્રમાં