________________
પ્રથમ: સઃ भवेदन्यस्य कस्येदं, वीरव्रतमनुद्धतम् । यतो मां त्रातवानस्माद्योगिनो भोगिनो यथा ॥७९॥ ध्यात्वेत्युवाच सा रत्नचन्द्रमुवीक्ष्य विस्मिता । गतोऽस्त्यानेतुमेधांसि, वीरशिष्योऽस्य योगिनः ॥८०॥ अत्यर्थमसमर्थः संश्छलेन च बलेन सः । किञ्चिदत्याहितं कुर्यात्तदपक्रमणं कुरु ॥८१।। युक्तियुक्तमिति प्रोक्तस्तयाऽऽतङ्केद्धचित्तया । प्रेम स्थेमानमानेतुं, मेने तस्या वचस्ततः ॥८२॥ शक्त्येवासक्तया साकं, तया क्षितिपतेः सुतः । प्रचचालाचलं प्रीत, इतश्चास्तमगाद्रविः ॥८३।।
નહિ તો આવું અનુદ્ધત વીરવ્રત અન્ય કોનામાં હોય? કે જે સર્પ જેવા આ યોગીથી મારું રક્ષણ કરી શકે.” (૭૯)
આ રીતે ચિંતવી રત્નચંદ્રને જોઈ વિસ્મય પામેલી તે બોલી કે - “એ યોગીનો વીર નામે શિષ્ય કાષ્ઠ લેવા ગયો છે, (૮૦)
તે બળથી કે છળથી પણ અત્યંત ઉપદ્રવ કરે તેવો છે તેથી કાંઈક અનર્થ કરશે તેથી તે આવે તે પહેલા તમે અહીંથી દૂર ચાલ્યા જાવ. (૮૧)
આ પ્રમાણે ભયથી વ્યાકુળ મનવડે યુક્તિપૂર્વક કહેલાં તેના વચનને રાજકુમારે પ્રેમને વધારે દૃઢ કરવા માટે માની લીધું.
(૮૨)
અને શક્તિની જેમ આસક્ત એવી તે બાળાસાથે પ્રસન્ન થઈને રાજકુમાર એક પર્વત તરફ ચાલ્યો. એવામાં સૂર્યાસ્ત થયો. (૮૩) ૨. ચત્તનિતિ |