________________
પ્રથમ: સા:
वसुभूतेः सुतो रत्नचन्द्रस्तन्द्राविवर्जितः । परिणेष्यति ते पुत्री, रोहिणीमिव चन्द्रमाः ॥६९॥ एवं शुभगिरः श्रुत्वा, मित्रभूति पुरोधसम् । वरीतुं रत्नचन्द्रं स्म, प्रहिणोति महीपतिः ॥७०॥ इति कापालिकोऽप्येष, जालकान्तरवर्तिनीम् । दृष्ट्वा मां कृत्रिमैः पुत्रैः, क्रीडन्ती ससखीजनाम् ॥७१।। पद्मिनीमिव मातङ्गः, करेणाभ्यासवतिनीम् । अपाहार्षीदयं पापः, पूर्ववैरस्मृतेरिव ॥७२॥ (युग्मम्) अभ्यर्थिता ततोऽत्यन्तं, न मन्ये तद्वचो यदा । तदाऽनेनातिपापेन, प्रापिताऽस्मीदृशो दशाम् ॥७३॥ પુત્ર છે. તે રોહિણીને જેમ ચંદ્રમાં પરણે તેમ આ રાજપુત્ર તમારી પુત્રીને પરણશે” (૬૮-૬૯).
આ પ્રમાણે તેની શુભવાણી સાંભળીને મારા પિતાએ રત્નચંદ્ર સાથે સંબંધ જોડવા માટે મિત્રભૂતિ નામના પુરોહિતને ચંદ્રપુરે મોકલ્યો. (૭૦)
એકવાર સખીઓ સાથે ગવાક્ષમાં બેસીને કુત્રિમબાળકો સાથે (રમકડાં સાથે) રમત રમતી મને જોઈને જાણે પૂર્વભવના વરના સ્મરણથી જ ન હોય તેમ આ પાપી કાપાલિકે પાસે રહેલી પદ્મિનીનું જેમ હાથી પોતાની સૂંઢથી હરણ કરે તેમ મારું હરણ કર્યું. (૭૧-૭૨)
પછી કામભોગને માટે એણે મારી પાસે અત્યંત પ્રાર્થના કરી, પણ તેનું વચન જ્યારે મેં ન માન્યું ત્યારે એ પાપીએ મને આવી અવસ્થાએ પહોંચાડી, (૭૩).
એટલે વિરસ અને કરૂણસ્વરથી હું રૂદન કરવા લાગી કેમકે