________________
પ્રથમ: : विभातायां विभावाँ, यावदाह्वयति प्रियाम् । ददौ प्रत्युत्तरं शैलः, प्रतिशब्दैन सा पुनः ॥८९॥ मदीया दयिता हन्त !, न वेद्मि च्छद्मसद्मना । हहा केनापि पापेनापहताऽपहृताऽथवा ? ॥९०॥ कुतोऽश्वेनापहारो मे, कुतश्चास्याः समागमः । अपहारः कथं चैष, ऊर्द्धस्थादपि जाग्रतः ? ॥९१।। अथवा पुण्यनिर्णाशे, जायते सर्वमीदृशम् । विधिरेव प्रगल्भोऽत्र, कृते योगवियोगयोः ॥१२॥ एवं विमृश्य रत्नेन्दुश्चलितः काननोदरे । आराममिव धर्मद्रोनिधानमिव सम्पदाम् ॥९३।।
અને રાત્રી પૂર્ણ થતાં-પ્રભાત થતાં જોવામાં તે પ્રિયાને બોલાવે છે એવા તેમાં હરિણાક્ષીને બદલે પર્વત પ્રતિશબ્દોથી (પડઘાથી) ઉત્તર આપવા લાગ્યો. એટલે તે ખેદ કરવા લાગ્યો કે (૮૯)
ખૂબજ ખેદની વાત છે કે હું જાણતો નથી કે ક્યા પાપીમાયાવીએ મારી પ્રિયાને મારી નાખી છે કે અપહરણ કર્યું છે?
(૯૦)
“અહો ! ક્યાંથી અશ્વે મારો અપહાર કર્યો ? અને એ મૃગાક્ષીનો સમાગમ મને ક્યાંથી થયો? તથા મારી જાગૃતિ છતાં એનો અપહાર કેમ થયો ? (૯૧)
અથવા તો પુણ્યનો નાશ થતાં આવી ઘટના બની શકે. જગતમાં પદાર્થનો યોગ અને વિયોગ કરવામાં દૈવ જ એક સમર્થ છે. વિધિનો જ પ્રભાવ છે. (૯૨)
આ પ્રમાણે વિચાર કરીને રત્નચંદ્ર અરણ્યમાં આગળ ચાલ્યો.