________________
श्री मल्लिनाथ चरित्र सुदतीं रुदतीमेकामित्थं स करुणस्वरैः । रोदयन्तीमरण्यानीं, प्रतिशब्दैः सखीमिव ॥४५।। श्रुत्वा भूमीपतेः सूनुर्निदध्याविति मानसे । केयं रोदिति सत्रासं, निर्वीरेव वराकिका ? ॥४६।। उच्चचार कथङ्कारं, मन्नाम प्रकटाक्षरम् । सदृक्षाण्यभिधानानि, श्रूयन्ते वाऽवनीतले ॥४७॥ परं देहव्ययेनापि, सबलैरबलाजनः । त्रातव्योऽतिप्रयत्नेन, क्षत्रियार्थं वितन्वता ॥४८।। विमृश्येति करे कृत्वा, कृपाणं सकृपाशयः ।
स्वरानुसारतस्तस्या, दधावे क्रोधदुर्धरः ॥४९॥ હશે ? (૪૪)
આ પ્રમાણે દુઃખી કરૂણસ્વરથી રૂદન કરતી અને પ્રતિશબ્દોથી (પડઘાવડે) સખીની જેમ અટવીને રોવરાવતી એક અબળાનો સ્વર સાંભળ્યો (૪૫)
રાજપુત્ર મનમાં ચિંતવવા લાગ્યો કે :- નાથ વિનાની આ બિચારી ત્રાસપૂર્વક કોણ સ્ત્રી રૂદન કરતી હશે? (૪૬)
અને સ્પષ્ટપણે મારા નામનો ઉચ્ચાર એણે કેમ કર્યો હશે ? અથવા તો આ પૃથ્વીતળ ઉપર સમાન નામ પણ ઘણા સાંભળવામાં આવે છે (૪૭)
પરંતુ ક્ષત્રિય શબ્દના અર્થને યથાર્થ કરનાર એવા બળવાન લોકોએ પોતાના દેહનો વ્યય કરીને પણ અતિ પ્રયત્નથી અબળાજનનો બચાવ કરવો જોઈએ. (૪૮)
એ પ્રમાણે વિચાર કરી હાથમાં તલવાર લઈને ક્રોધથી