________________
१०
श्री मल्लिनाथ चरित्र
सरित्पुरगिरिग्रामसमुल्लङ्घनजाङ्घिकः । जगाम काननं क्रीडत्पञ्चाननभयानकम् ॥३६॥
रत्नचन्द्रे समुत्तीर्णे, तत्पृष्ठाद् व्यसनादिव । चित्रमेकोऽपि स प्राप, पञ्चत्वं दूरलङ्घनात् ॥३७॥
क्व सा राज्यस्थितिः क्वैषा, महावनबिभीषिका । क्व च बन्दिजनोल्लाप:, क्व चेदं व्याघ्रबूत्कृतम् ||३८||
अथवा क्षीणपुण्यत्वादित्थं सम्पद्यतां मम । नहि त्यक्ष्यामि धीरत्वकङ्कटं सङ्कटे स्फुटम् ॥३९॥
इत्थं विचार्य सद्धैर्यपरिच्छदपरावृतः । चचाल पादचारेण, महारण्ये नृपाङ्गजः ||४०||
આકાશમાં અત્યંતવેગથી જતો, (૩૫)
તથા અનેક નદી, પુર, પર્વત, ગામ વિગેરેને ઓળંગતો બળવાન તે અશ્વ જ્યાં આગળ સિંહ ક્રીડા કરી રહ્યા છે એવા એક ભયાનક જંગલમાં તે રાજકુમારને લઈ ગયો. (૩૬)
પછી દુઃખ-સંકટથી ઉત્તીર્ણ થયો હોય તેમ તેની પીઠ પરથી રત્નચંદ્ર ઉતર્યો. એક આશ્ચર્યની વાત એ છે કે બહુ દૂર આવવાથી તે ઘોડો એક જ છતાં મરણને પામ્યો. (૩૭)
એટલે રાજકુંવર ચિંતવવા લાગ્યો કે :- અહો ! ક્યાં તે રાજ્યાવસ્થા ? અને ક્યાં આ જંગલની ભયાનકતા ? ક્યાં બંદીજનોના શબ્દો ! અને ક્યાં આ વાઘની ઘોર ગર્જના ? (૩૮)
અથવા પુણ્યક્ષય થવાથી જ મને આ દશા પ્રાપ્ત થઈ છે, આવા સાક્ષાત્ સંકટમાં પણ મારે ધીરતા તજવી ન જોઈએ. (૩૯)
આ પ્રમાણે વિચારીને સુધૈર્યરૂપ પરિવારથી પરિવરેલો તે