________________
श्री मल्लिनाथ चरित्र रूपेऽप्यप्रतिरूपेऽस्मिन्, लावण्ये च समुज्ज्वले । कथं त्यक्त्वा गृहस्थत्वं, भवद्भिर्जगृहे व्रतम् ॥२६।। द्योतयन्निव दन्तांशुडम्बरैरम्बरान्तरम् । रत्नेन्दुर्भगवानेवं, व्याजहार मनोहरम् ॥२७॥ असारेऽमुत्र संसारे, सर्वमेव विरागकृत् । विशेषतोऽपि चास्माकमिदं वैराग्यकारणम् ॥२८॥ तथाह्यत्र विदेहाख्ये, क्षेत्रे कुरुविभूषणम् । पुरं चन्द्रपुरं नाम, वासौकः सर्वसंपदाम् ॥२९॥ वसुभूतिर्नृपस्तत्र, महातेजाः परन्तपः । तस्य रत्नावली देवी, रत्नचन्द्रस्तयोः सुतः ॥३०॥ કર્યો? (૨૬)
કહે રત્નચંદ્ર સ્વવિરાગની કહાણી.
સુણી બળરાજા કરે મોહ પ્રહાણી હવે રત્નચંદ્રમુનિ પાસેથી રાજા તેમના વિરાગની કથા સાંભળે છે. તે કથાનો પ્રારંભ કરતાં, પોતાની દંતપંક્તિના કિરણોથી આકાશપ્રદેશને જાણે ઉદ્યોતિત કરતા હોય એવા ભગવાનું શ્રીરત્નચંદ્રમુનિ મધુરવાણીવડે આ પ્રમાણે બોલ્યા કે, (૨૭)
રાજન્ ! આ અસાર સંસારમાં સર્વપદાર્થો વૈરાગ્યના કારણરૂપ જ છે, છતાં મારા વૈરાગ્યનું વિશેષ કારણ આ પ્રમાણે છે (૨૮) તે સાંભળો :
આ વિદેહક્ષેત્રમાં કુરુદેશના વિભૂષણરૂપ અને સર્વસંપત્તિના એક નિવાસસ્થાન જેવું ચંદ્રપુર નામનું નગર છે. (૨૯)
ત્યાં મહાતેજસ્વી અને શત્રુઓને સંતાપ આપનાર, વસુભૂતિ