________________
પ્રથમ: સા: यस्यासन्नसरस्तीरपादपाः प्रतिबिम्बिताः । भान्ति वारिणि सर्वाङ्ग, नीरं पातुमिवातुराः ॥२२॥ पुष्पाक्षतविहस्तैर्दुहस्तैर्यविजलीलया । मन्त्रोच्चारमलिध्वानैस्तनुतेऽभ्यागतं प्रति ॥२३।। नक्षत्रैरिव सन्मित्रैस्तदुद्याननभोऽङ्गणम् । राजा समागमन्नेत्रकैरवस्मेरतागुरुः ॥२४॥ (त्रिभिर्विशेषकम्) तस्मिन् वीक्ष्य मुने रूपं, स्वरूपं दिवसेशितुः । उत्फुल्लवदनो नत्वा, राजा पप्रच्छ सादरम् ॥२५।।
સૂર્યસમાન શ્રીરત્નચંદ્ર નામે મુનિ પધાર્યા. (૨૧)
જે ઉદ્યાનની નજીકના સરોવરના કાંઠે રહેલા વૃક્ષો જાણે પાણી પીવાને આતુર થઈ ગયા હોય તેમ જળમાં સર્વાગ પ્રતિબિંબિત થઈને શોભતા હતા. (૨૨)
વળી જે ઉદ્યાન પુષ્પરૂપ અક્ષતથી વ્યાપ્ત એવા વૃક્ષરૂપ હસ્તથી કિંજ-પક્ષીઓની લીલાપૂર્વક અને ભમરાના ઝંકાર વડે જાણે અભ્યાગત તરફ મંત્રોચ્ચાર કરતું હોય તેમ ભાસતું હતું. (૨૩)
તે ઉદ્યાનરૂપ નભસ્તળમાં સન્મિત્રરૂપ નક્ષત્રો સહિત અને નેત્રરૂપ કૈરવને વિકસિત કરનાર એવો તે રાજા (ચંદ્ર) આવ્યો. (૨૪).
અને સૂર્ય સમાન તેજસ્વી તે મુનિના રૂપને જોઈને પ્રફુલ્લિત વદનથી નમસ્કાર કરીને રાજાએ આદરપૂર્વક તેમને પૂછ્યું કે (૨૫).
હે મહાત્મન્ ! આ તમારું અપ્રતિમરૂપ સમજવલ લાવણ્ય છતાં તમે ગૃહસ્થપણાનો ત્યાગ કરીને શા કારણથી સંયમનો સ્વીકાર