________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૭ ] લેહીની ધારાઓ ચાલી, તે પણ ઉત્તમ ધ્યાને સમતાભાવે રહ્યા. ઉત્તમ ગુરુગે ચારિત્ર અંગીકાર કરી પારણે અરસનીરસ આહાર લેવાવડે અજીર્ણ થવાથી કાળ કરી સર્વાર્થસિદ્ધ વિમાને દેવપણે ઉપજ્યા. આશ્રવથી કંડરીકની કેવી દુર્દશા થઈ અને સંવરથી પુંડરીકની કેવી શુભ દશા થઈ તે સમજી જાગૃત રહેવું જોઈએ.
[ જે. ધ. પ્ર. પુ. ૫૪, પૃ. ૨૬ ]
એક અવિચળ લક્ષ્ય. ૧. એકજ મુખ્ય લક્ષ રાખવું અને તેને જ પ્રાપ્ત કરવાની તાલાવેલી તથા પ્રયત્ન સેવવા. એ આપણા જીવનની મહત્વની બાબત છે.
૨. માત્ર આત્મ સમર્પણથી જ વિજય પ્રાપ્ત થાય છે.
૩. ઊંડા અભ્યાસનું નામ જ કુશાગ્રબુદ્ધિ છે, કાર્યમાં કારણને ઉપચાર છે.
૪. પ્રત્યેક માણસે પોતાના લક્ષ્યને બંધબેસતે થાય તે માર્ગ યા તેવી પ્રવૃત્તિ નિશ્ચિત કરવી જોઈએ અને જે તેમાં સફળ જ થવાની ઈચ્છા હોય તે તેને જ વળગી રહેવું જોઈએ.
પ. એક તરુણ મનુષ્યના જીવનમાં અસ્થિરતા એ અદ્ધિયતા જેટલી જ ભયંકર નીવડે છે.
૬. સાવધતાપૂર્વક અવલોકન કરનાર અને દઢતાપૂર્વક નિશ્ચય કરનાર પ્રત્યેક માણસ અજાણતાં બુદ્ધિમાન બની જાય છે.