________________
[ ૬ ]
શ્રી કપૂરવિજયજ
મન, વચન અને કાયાના યાગ-વ્યાપારથી કર્મનું આવવુ થાય છે, પણ તેને ધ્યાન, સ્વાધ્યાય અને તપાકિવડે રોકવાથી ચાગ સંવર થાય છે. વળી પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ પાળવાથી, દશ પ્રકારના યતિધર્મ ધારણ કરવાથી, ખાર ભાવના ભાવવાથી, સત્તર પ્રકારે સયમ પાળવાથી તથા બાવીશ પરીષહા સહન કરવાથી નવા ક આવતાં બંધ થાય છે એટલે સંવર થાય છે. પાંચ પ્રકારના પ્રમાદને તજી યતનાથી વવું તે સમિતિ કહેવાય છે. તેમાં અહિંસા એટલે દયા મુખ્ય છે. મન, વચન, કાયાના યાગને રાકવા તે ગુપ્તિ છે. સ્વતત્ત્વ એટલે આત્મતત્ત્વનું ચિન્તવન કરવુ તે ભાવના છે. પૂર્વ કર્મના ઉદયથી પ્રાપ્ત થતાં ક્ષુધા આદિ પરિસહુને કાયરતા રહિત સમભાવથી સહેવા તે પરિસહુના જય છે. રાગાર્દિક દ્વેષ રહિત પાતાના આત્મસ્વભાવમાં પ્રવૃત્તિ કરવી તે ચારિત્ર છે. એવી રીતે જે વિષય-કષાયાદિકથી વિમુખ થઇને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં પ્રતિમધ રહિતપણે પ્રવર્તે છે તેને સમિતિ અને ગુપ્તિ આદિ ઉપર જણાવેલ ધર્મવર્ડ નવીત કર્મીના આશ્રવ નહિ થતાં સંવર થાય છે. જુઓ ! પુડરીક અને કડરીક એ બે ભાઈઓમાં કડડરીકે પ્રથમ ચારિત્ર ગ્રહણ કર્યું હતું પણ પાછળથી તેનુ મન વિષયવિવશ ડાલાયમાન થવાથી તેણે ચારિત્ર તજીને રાજ્ય લીધુ તેથી મરીને સાતમી નરકે ગયેા. તેના ભાઇ પુંડરીકે કંડરીકને રાજ્ય સાંપી, તેનાં ચારિત્રનાં ઉપકરણા લઇ નિશ્ચય કર્યો કે કાઇ મહર્ષિ ગુરુ પાસે જઇ મારે દીક્ષા અંગીકાર કરવી. ત્યારપછી મારે આહારપાણી ગ્રહણ કરવાં. ' આવેા અભિગ્રહ ધારી ઘેરથી અલવાળું પગે તે ચાલી નીકળ્યા. રસ્તે ચાલતાં પગમાં કાટાં વાગ્યા તેથી
6
?