________________
[ 8 ]
શ્રી કરવિજયજી
૪. ચેરીનો માલ સીંકે ચડે નહિ, ચોરની મા કેઠીમાં મેં ઘાલીને આવે અને પાપીનું ધન ૫૯ (નાશ) થાય વગેરે હિતવચનો અંતરથી સાચા સમજાયા જ હોય તે અનીતિઅન્યાય-કેમ આદરાય ? અને એવા ઉમદા વ્યવહારથી સહ કઈ કેટલાં બધાં સુખી થઈ શકે?
૫. આપણી માતા-બહેન-દીકરી સાથે બેટો વ્યવહાર રાખનાર જન પ્રત્યે આપણને કેટલે બધે તિરસ્કાર છૂટે છે? તેવી જ રીતે પરાઈ માતા, બહેન કે સ્ત્રી સંગાતે ખોટું કામ કરનાર હીનાચારી જીવ પ્રત્યે પરને પણ તે જ તિરસ્કાર છુટે એમાં આશ્ચર્ય શું? ત્યારે પવિત્ર મન-વચન-કાયાથી સુશીલ રહેતાં સ્વપરને કેટલો બધો ફાયદો થાય ? એવા વિચારશીલ ભાઈ બહેનોએ સ્વજીવન પવિત્ર બનાવી લેવા કેટલું બધું લક્ષ રાખવું જોઈએ? શીલને જ સાચે શણગાર લેખ જોઈએ.
૬. લોભ સમાન દુઃખ નથી અને સંતેષ સમું સુખ નથી એ સાચે સાચું સમજાયું હોય તે ખાટે બેહદ લેભ તજી સાચા સંતેષ સેવવો અને ખોટી લાલચે છોડવી, જેથી ખરું વાસ્તવિક સુખ સહેજે પ્રાપ્ત થઈ શકે.
૭. નકામી વાતે કરવાથી કશું વળવાનું નથી, રૂડી રહેણીકરણથી જ કલ્યાણ થશે.
૮. પ્રમાદી જીવનવાળાને નરી વાતે જ કરી કાળક્ષેપ કરે ગમે છે, પારકી વાતો કરવી મીઠી લાગે છે, રહેણીકરણ કડવી ઝેર જેવી લાગે છે.
૯. જ્યારે ભાગ્યદયે રૂડી રહેણીકરણી કરવી સાકર સમી