________________
કોઈ-કોઈ નિમ્નલિખિત ૧૨ ગુણ માને છે : (૧) અનંત જ્ઞાન (૨) અનંત દર્શન (૩) અનંત ચારિત્ર્ય (૪) અનંત તપ અને (૫-૧૨) આઠ મહાપ્રતિહાર્ય - અશોક વૃક્ષ, સિંહાસન, ૩ છત્ર, ૬૪ ચામરની જોડ, પ્રભામંડળ, અચિત્ત ફૂલોની વર્ષા, દિવ્ય ધ્વનિ, અંતરિક્ષમાં સાડા ૧૨ કરોડ દેવ દુંદુભિ વાગે.
પરંતુ “ઉવવાઈ સૂત્ર'માં વર્ણિત અરિહંત પ્રભુના ૧૨ ગુણો ઉપરની બંને પરંપરાઓથી ભિન્ન છે, જે આત્મિક ગુણોના રૂપમાં હોવાથી વધુ સંગત તથા મૌલિક છે. આગમ સંમત એ બારેય ગુણો નીચે પ્રમાણે છે :
(૧) અણાસવે (૨) અમે (૩) અકિંચણે (૪) છિન્નસોએ (૫) નિરુવલેવે (૬) વવગય પ્રેમ-રાગ-દોસ-મોહે (૭) નિગૂંથસ્સ પવયણ દેસએ (૮) સત્યનાયગે (૯) અસંત નાણી (૧૦) અસંતદંસી (૧૧) અખંતચરિત્તે (૧૨) અખંત વીરિયસંજુત્તે. અરિહંત(તીર્થકર)ના ૩૪ અતિશય (વિશેષતા) : | સર્વસાધારણમાં જે વિશેષતાઓ નથી મળતી, એને અતિશય કહે છે. તીર્થકરમાં એવી ૩૪ મુખ્ય વિશેષતાઓ હોય છે, એ વિશેષતાઓ કે અતિશય કેટલીક જન્મથી હોય છે, તો કેટલીક કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી થાય છે. જે આ પ્રમાણે છે : ૧. મસ્તક વગેરે સમસ્ત શરીરથી વાળનું મર્યાદાથી વધુ ખરાબ લાગે એવા) ન વધવું. ૨. શરીરમાં રોગ વગેરે ન થવા તથા રજ-મેલ વગેરે અશુભ લેપ ન લાગવા. . લોહી અને માંસ ગાયના દૂધથી પણ વધુ ઉજ્વળ (ચોખ્ખા) અને મધુર હોય. ૪. શ્વાસોચ્છવાસમાં પદ્મ કમળથી પણ વધુ સુગંધ હોય. ૫. આહાર અને નિહાર ચર્મચક્ષુઓ દ્વારા દેખી ન શકાય. (અવધિજ્ઞાની જોઈ શકે છે.) ૬. જ્યારે ભગવાન ચાલે છે ત્યારે આકાશમાં “ગણાટ’ શબ્દ કરતાં ધર્મચક્ર ચાલે છે અને
જ્યારે ભગવાન થોભે છે ત્યારે એ થોભે છે. ૭. ભગવાનના માથા પર લાંબા-લાંબા મોતીઓના ઝાલરવાળા, એક ઉપર બીજો અને બીજા
ઉપર ત્રીજો એમ ત્રણ છત્ર આકાશમાં દેખાય છે. ૮. ગાયના દૂધ અને કમળના તાંતણાઓથી પણ વધુ ઉજ્વળ વાળવાળા તથા રત્નજડિત
દંડીવાળા ચામર ભગવાનના બંને તરફ નાખવામાં આવતા જોઈ શકાય છે. ૯. સ્ફટિક મણિ-સમાન નિર્મળ દેદીપ્યમાન, સિંહના સ્કંધના આકારવાળાં રત્નોથી જડિત,
અંધકારને નષ્ટ કરનાર, પાદ પીઠિકાયુક્ત સિંહાસન પર ભગવાન બિરાજમાન છે - એવું
દેખાય છે. ૧૦. બહુ ઊંચી રત્નજડિત સ્તંભવાળી અને અનેક નાની-નાની ધ્વજાઓના પરિવારથી વેષ્ટિત
ઈન્દ્ર-ધ્વજા ભગવાનની આગળ દેખાય છે. ૧૧. અનેક શાખાઓ અને પ્રશાખાઓથી યુક્ત પત્ર, પુષ્પ, ફળ તથા સુગંધવાળા ભગવાનથી બાર ગણું ઊંચું અશોકવૃક્ષ ભગવાન પર છાયા કરતું દેખાય છે.
જિણધમો
(૧૨) OOOOOOOOOOOOO જિણધમો
૧૨