________________
સમયની પરિપકવતા તથા જીતવ્યવહાર અનુસાર નવ લોકાંતિક દેવ દેવલોકથી આવીને પ્રભુને જનકલ્યાણ હેતુ દીક્ષા માટે આહ્વાન કરે છે અર્થાત્ એમના વૈરાગ્યનું અનુમોદન કરે છે. સમયની સ્થિતિને સમજીને તીર્થકરનો આત્મા વિશુદ્ધ મહાવ્રતારોહણરૂપ પ્રવ્રજ્યા ગ્રહણ કરે છે. પ્રવ્રજ્યા સ્વીકાર કરવાની સાથે જ એમને મન:પર્યાયજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. છઘસ્થ કાળમાં તપસ્યા-રત રહીને દેવ-માનવ તથા તિર્યંચ સંબંધી ઉપસર્ગોને સમતાપૂર્વક સહન કરે છે. (કેટલાકમાં ઉપસર્ગ નથી પણ આવતા) અનેક પ્રકારના દુષ્કર તપશ્ચરણ દ્વારા ચાર ઘનઘાતિ કર્મોનો ક્ષય કરીને અનંત કૈવલ્ય જ્યોતિને પ્રાપ્ત કરી લે છે. કર્મક્ષયનો ક્રમ :
(૧) સૌપ્રથમ દર્શન-મોહનીય તથા ચારિત્ર્ય-મોહનીયનો ક્ષય (નાશ) થવાથી આત્મગુણરૂપ યથાખ્યાત ચારિત્ર્યની પ્રાપ્તિ થાય છે. મોહનીય કર્મનો ક્ષય થતાં જ અંતર્મુહૂર્તમાં (૨) જ્ઞાનાવરણીય, (૩) દર્શનાવરણીય અને (૪) અંતરાય કર્મોનો એકસાથે નાશ થઈ જાય છે. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થવાથી અનંત કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થવાથી સમસ્ત દ્રવ્ય, કાળ, ભાવ, ભવને જાણવા લાગે છે, અર્થાત્ સર્વજ્ઞ થઈ જાય છે. દર્શનાવરણીય કર્મનો ક્ષય થવાથી અનંત કેવળદર્શનની પ્રાપ્તિ થાય છે, જેનાથી ઉપરના દ્રવ્ય વગેરે પાંચોને જોવા લાગે છે અર્થાતુ સર્વદેશી થઈ જાય છે. અંતરાય કર્મનો ક્ષય થવાથી અનંત દાનલબ્ધિ, લાભલબ્ધિ, ભોગલબ્ધિ, ઉપભોગલબ્ધિ અને વીર્યલબ્ધિની પ્રાપ્તિ થાય છે; જેનાથી અનંત શક્તિમાન થાય છે.
ચાર ઘનઘાતિ કર્મોનો ક્ષય થયા પછી (૧) વેદનીય, (૨) આયુષ્ય, (૩) નામ અને (૪) ગોત્ર - આ ચારેય અઘાતિ કર્મ શેષ રહી જાય છે. આ ચારેય છે. જેમકે ભરડેલું બીજ અંકુરને ઉત્પન્ન નથી કરી શકતું, એમ આ કર્મો અરિહંત ભગવાનની આત્મામાં કોઈ પ્રકારનો વિકાર ઉત્પન્ન કરી શકશે નહિ. આયુષ્ય પૂર્ણ થતાં આયુષ્યની સાથે જ સમસ્ત કર્મોનો ક્ષય થાય છે. - ઉપરોક્ત ચારેય ઘનઘાતિક કર્મોનો ક્ષય થતાં જ અરિહંત પદની પ્રાપ્તિ થાય છે. બધા અરિહંત ભગવાન ૧૨ ગુણોથી યુક્ત તથા ૧૮ દોષોથી રહિત થાય છે. તીર્થકર ભગવાન વિશેષરૂપે ૩૪ અતિશય તથા વાણીના ૩૫ ગુણોના ધારક થાય છે. એમનું વિસ્તારપૂર્વક વર્ણન આ પ્રકારે છે. અરિહંતના ૧૨ ગુણ :
એક ધારણા જે અરિહંતનો અર્થ તીર્થકર માને છે, એ અનુસાર અરિહંત ભગવાન નીચેના ૧૨ ગુણોથી યુક્ત હોય છે : (૧) અનંત જ્ઞાન (૨) અનંત દર્શન (૩) અનંત ચારિત્ર્ય (૪) અનંત તપ (૫) અનંત બલવીર્ય* (૬) અનંત ક્ષાયિક સમ્યકત્વ (૭) વજ ઋષભનારાય સંહનન (૮) સમચતુરસ્ત્ર સંસ્થાન (૯) ૨૪ અતિશય (૧૦) ૩૫ વાણીના ગુણ (૧૧) ૧૦૦૮ લક્ષણ (૧૨) ૬૪ ઇન્દ્રોના પૂજ્ય.
* તીર્થકર ભગવાનના બળનું પરિમાણ આ પ્રકાર છે : ૨૦૦૦ સિંહોનું બળ એક અષ્ટાપદમાં, ૧૦૦૦૦૦૦ અષ્ટાપદોનું બળ એક બળદેવમાં, ૨ બળદેવોનું બળ વાસુદેવમાં, ૨ વાસુદેવોનું બળ એક ચક્રવર્તીમાં, ૧0000000 ચક્રવર્તીઓનું બળ એક દેવતામાં અને ૧૦૦૦૦૦૦૦ દેવતાઓનું બળ એક ઈન્દ્રમાં હોય છે. એવા બળવાન અનંત ઈન્દ્ર પણ મળીને ભગવાનની કનિષ્ઠ આંગળીને પણ હલાવી શકતા નથી. [ પંચ પદનો અર્થ છે
અને જે ૧૧]