________________
અસ્મિતા અરિહંતની મુક્ત થઈ અનંત સુખને પ્રાપ્ત કરે તે માટે પ્રભુએ શાસનની સ્થાપના કરી છે. આ જ તેઓનો સમગ્ર સૃષ્ટિ ઉપર મહાન ઉપકાર છે.
પરમાત્માના શાસનને પામીને અનેક પાપી જીવો પણ પવિત્ર થયા છે, સુખશીલીયા જીવો સંયમી બન્યા છે. સંસારના તીવ રાગી જીવો પણ વિરાગી બન્યા છે. ભોગી જીવો પણ ત્યાગી બન્યા છે. ચક્રવર્તિઓએ છ ખંડના સામ્રાજ્ય છોડ્યા છે. બળદેવોએ ત્રણ ખંડની રિદ્ધિ છોડી છે. રાજા-મહારાજાઓ, શ્રેષ્ઠિઓ, શ્રેષ્ઠિપુત્રો, મહારાણીઓ, રાજકન્યાઓ, પ્રોઢ સ્ત્રીઓ, કુમારિકાઓ વગેરે રાજ્યાદિ રિદ્ધિ સંપત્તિઓ, વિષયના સુખો, સ્નેહાળ કુટુંબો છોડી સાધુ-સાધ્વી થયા છે. આત્મિક આનંદને અનુભવી મુક્તિના શાશ્વત રાખને પામ્યા છે.
વિશ્વના જીવોને આત્માની ઓળખ કરાવી દેવાધિદેવ અરિહંત ભગવંતોએ.
વિશ્વના જીવોને મોક્ષમાર્ગ બતાવ્યો દેવાધિદેવ અરિહંત પરમાત્માએ.
વિશ્વના જીવોને નરક-તિર્યયાદિના ભવોના અનંત દુઃખોથી છોડાવનાર અરિહંત ભગવંતો.