________________
જય વીયરાય દ્વારા જીતી લીધો.. કેન્સર જેવા ઉગ્ર રોગમાં માસખમણ, ૨૪ ઉપવાસ, ૧૪ ઉપવાસ જેવા ઘોર તપ કર્યા... આગમો આદિ શાસ્ત્રમાં પારંગત, ગુરુકૃપાપ્રાપ્ત પરમ ઉપકારી ભીમભવોદધિગાતા ગુરુદેવ પંન્યાસજી શ્રી પદ્મવિજયજી મ. ના ચરણોમાં ભાવભરી વંદના...
જિનવાણીની અધિષ્ઠાત્રી, જેની કૃપાથી પૂર્વપુરુષોએ જબરજસ્ત જ્ઞાનલબ્ધિ પ્રાપ્ત કરીને અનેક સુરચનાઓ કરી અનેક વાદિઓ પર વિજય પ્રાપ્ત કર્યો તે શ્રતાધિષ્ઠાયિકા માતા સરસ્વતીનું પણ અત્યંત પ્રણિધાન કરું છું. હે શારદા મા ! લેખક-વાચક સર્વેના હૈયામાં પ્રભુભક્તિના ભાવો અત્યંત ઉછળે એવી શક્તિનું વરદાન આપજે.
આટલું મંગલ કાર્ય કર્યા પછી હવે પ્રભુ પૂજા તથા ચૈત્યવંદનના મહત્ત્વનું વર્ણન કરી, ચૈત્યવંદનના અંતે થતાં પ્રણિધાનસૂત્ર (જયવીયરાયમાં) કરેલ પ્રાર્થનાઓનું અતિસંક્ષેપ કે અતિવિસ્તૃત નહીં તેવું વિવેચન લખવા પ્રયત્ન કરું છું.
અનંત ઉપકારી જિનેશ્વર દેવોનો આ વિશ્વ ઉપર અચિંત્ય અનંત ઉપકાર છે. પ્રભુનો ઉપકાર વર્ણવી શકાય તેમ નથી. સમસ્ત વિશ્વના જીવો સર્વ દુઃખમાંથી