________________
શ્રી જીરાવલા પાર્શ્વનાથ
શ્રી સ્તંભન પાર્શ્વનાથ જિનેશ્વરોને
જય વીયરાય
દુઃષમકાળમાં પણ જેમના શાસનને પામીને અનેક જીવો સરળતાથી મુક્તિ તરફ પ્રયાણ કરે છે તેવા શ્રી વીર પ્રભુને... આ પાંચે તીર્થંકર ભગવંતોને ભાવથી નમસ્કાર કરું છું.
પાંચ મહાવિદેહક્ષેત્રમાં તથા પાંચે ભરત-ઐરાવત ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કાળે વિચરતા ૧૭૦ તીર્થંકર ભગવંતોને ભાવથી પ્રણમું છું.
જગત પર ઉપકાર કરતાં પાંચ મહાવિદેહમાં વર્તમાનકાળે સદેહે વિચરતાં શ્રી સીમંધરસ્વામી આદિ વીશ ભગવંતોને ભાવથી નમુ છું. ૮૪ ગણધર ભગવંતો, ૧૦ લાખ કેવલજ્ઞાની ભગવંતો તથા ૧૦૦ ક્રોડ સાધુસાધ્વીજીઓના પરિવારને ધારણ કરતાં, મહાવિદેહમાં રહીને પણ ભરતક્ષેત્રના માનવીઓ પર વિશિષ્ટ ઉપકાર કરતાં શ્રી સીમંધર પ્રભુને મન-વચન-કાયાથી વંદન કરું છું.
ત્રણે કાળના સર્વ તીર્થંકર ભગવંતોને ભાવથી નમું છું. પરમાત્મા પાસે ત્રિપદી પ્રાપ્ત કરી અંતર્મુહૂર્ત માત્રમાં દ્વાદશાંગીની રચના કરી વિશ્વ સમક્ષ દ્વાદશાંગીની ભેટ ધરનારા ગણધર ભગવંતોને ભાવથી નમુ છું.