________________
પ્રાકૃતિક ભૂગોળવિજ્ઞાન સિદ્ધાનોને આશ્રય લેવો પડે છે. પૃથ્વીને આકાર, વિસ્તાર, દૈનિક ને વાર્ષિક ગતિ અને અન્ય આકાશી ગ્રહની સાથે સંબંધ વગેરે હકીકત ખગોળવિદ્યાના અભ્યાસથી મળે છે. પૃથ્વીની ગતિ અને આકાશી ગ્રહોની કુદરતી ઘટના ઉપર જે અસર થાય છે તે ખગોળવિદ્યાના સિદ્ધાને સમજાવે છે. પ્રાકૃતિક ભૂગોળવિઘાને અને ભૂસ્તરવિદ્યાને ઘણે ઘાડે સંબંધ છે. પૃથ્વીના સ્તરમાં થતા નિરંતર ફેરફારનાં કારણો, તે સ્તરમાંથી બનતાં અગત્યનાં બંધારણે તથા શિલાના બંધારણ અને પરિસ્થિતિથી જમીનની ફળદુપતા અને ખનીજ સંપત્તિ ઉપર થતી અસર, વગેરે નિયમ ભૂસ્તરવિદ્યા શિખવે છે. શિલાના બંધારણથી કુદરતી રચનામાં વારંવાર ફેરફાર થયાં કરે છે. આથી ભૂસ્તરવિદ્યાને અભ્યાસ ભૌગોલિક અન્વેષકને ખાસ જરૂર છે. આબેહવામાં માલમ પડતી શીતતા, ઉષ્ણતા, કે ભિનાશ અને વર્ષાસ્થિતિના સિદ્ધાન્ત હવામાનવિદ્યા શિખવે છે; અને આબેહવાની અસર મનુષ્યપ્રવૃત્તિ ઉપર ઘણી હોવાથી હવામાનવિદ્યાને અભ્યાસ પણ જરૂરી છે. પ્રાણી અને વનસ્પતિની ઉત્પત્તિ, વૃદ્ધિ અને વિવિધતા વિષે જ્ઞાન સંપાદન કરવામાં વનસ્પતિવિદ્યા અને પ્રાણવિદ્યા પણ મદદ કરે છે. ભોગોલિક અન્વેષકને ઉપયુંક્ત વિજ્ઞાનોને ઉંડે અભ્યાસ કરવાની જરૂર છે, એમ આ ઉપરથી સમજવાનું નથી. વિજ્ઞાનની શાખાઓને પ્રાકૃતિક ભૂગોળ સાથે શો સંબંધ છે તે જાણવું તથા પ્રાકૃતિક ભૂળના અભ્યાસમાં તેમના નિયમોની ઉપયોગિતા સમજવી એટલું જ પ્રાકૃતિક ભૂગોળવિદ્યાના અભ્યાસીને માટે જરૂરનું છે.
પૃથ્વી ઉપર આવેલા પ્રાણીઓ કે વનસ્પતિઓની ઉત્પત્તિ વિવિક્તા કે ઉપયોગિતા સંપૂર્ણપણે જાણવા માટે ભૌગોલિક અ-- વકને ભૂસ્તરવિદ્યા, પ્રાચીન પ્રાણવિદ્યા અને વનસ્પતિવિજ્ઞાની મદદ લેવી પડે છે. અર્વાચીન સમયમાં પ્રાણુ અને વનસ્પતિ વિષે સંપૂર્ણ જ્ઞાન સંપાદન કરવામાં ભૂગોળવિદ્યાએ સૌથી સારો ફાળે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com