________________
ઉત્તર ગુજરાતને સપાટ મેદાનને પ્રદેશ
[ ૩૩
થાય છે. શહેર અને તેઓ રન કાં એ રસના અખાતર
રાજ્યના દેહગામ અને વિજાપુર મહાલને જુદા પાડે છે, દશક્રોઈ તાલુકાના લગભગ બે સરખા ભાગ કરે છે અને ધોળકાને ખેડાથી જૂદું પાડે છે, ત્યાર પછી આશરે ૨૦૦ માઈલ વહીને અને ૯,૫૦૦ એ. મા. વિસ્તારવાળી જમીન ભીની કરીને ખંભાતના અખાતને મળે છે. શરૂઆતના વહેણમાં આ નદીના કાંઠા એટલા અસમાન્તર છે કે કઈ કઈ જગ્યાએ તેઓ ૨૦૦ ફુટ ઉંચા હોય છે; પરંતુ અમદાવાદ શહેર આગળ આવતાં તેમની ઉંચાઈ ૩૦ થી ૫૦ ફુટ થાય છે. તેનું વહેણ છીછરું અને ધીમું હોવાથી રેતીના પહોળા પટમાં પવનથી ગમેતેમ કરે છે. આવા પ્રકારના અસ્થિર વહેણથી ઘસડાઈ આવતા જળમળ વડે “ભાઠાની જમીન બને છે કે જે અતિફળદુ૫ હોય છે. આ જમીનમાં શેરડી અને અન્ય પેદાશ પુષ્કળ પ્રમાણમાં થાય છે, પણ રેતી કે વહેણથી વારંવાર ઢંકાઈ જવાનો સંભવ રહે છે. અમદાવાદ અને દરીયા વચ્ચે કેટલીક જગ્યાએ તેના વહેણનાં ચિહ્નો મળી આવે છે અને વળી કેટલાંક નાશ પામેલાં ગામડાંના અવશેષો જડી આવે છે. આ સર્વ તેના અસ્થિર વહેણની પ્રતીતિ કરાવે છે. તેના ઉપર સાદરા અને અમદાવાદ મુખ્ય શહેરો વસેલાં છે.
સાબરમતી નદીને હાથમતી નદી ઉપરાંત બીજી ટુંકા વહેણવાળી નદીઓ મળે છે. પ્રાંતીજની ઉત્તર સરહદ તરફથી નીકળી હાથમતી વાયવ્ય દિશામાં વહે છે. દેહગામ આગળથી આ નદીને પ્રવાહ આશરે ૧૦૫ માઈલ છે અને તે રસિકપુર ગામ આગળ સાબરમતીને મળે છે. ડુંગરપુરની દક્ષિણમાંથી નીકળતી મેશ્વો, માજુમ અને વાત્રક નદીઓ અનુક્રમે ૧૨૬, ૬૬, અને ૧૫૧ માઇલ વહે છે અને વૈા (તીર્થસ્થાન) આગળ સર્વ નદીઓને સંગમ થાય છે. ખારી નદીનું વહેણ અસ્થિર અને છીછરું છે. મે વગેરે ટુંકા વહેણવાળી નદીઓ ખડકાળ જમીનમાં વહેતી હેવાથી પાસેના પ્રદેશને કિઈ રીતે ઉપયોગી થતી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com