________________
૯૮ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન દેશાવર જતી અનેક આગબેટને બહાદુર કમાનો અને સાહસિક લાસ્કર હજુ ગુજરાત પૂરાં પાડે છે. આ ખલાસીઓ ઘણા માહિતગાર અને કાબેલ છે. નૈકાશાસ્ત્ર સારી રીતે સમજી શકે છે અને માત્ર નકશાના આધારથી વહાણે દુનિયાને ગમે તે ભાગમાં લઈ જઈ શકે છે. ખાસ કરીને કચ્છના ખલાસીઓની વહાણવટાની અપૂર્વ કળાનાં ઘણાં વખાણ થયેલાં છે. ૧૯ મી સદીમાં કચ્છની મુલાકાતે આવેલો એક મુસાફર લખે છે કે “કચ્છના વીરજી નામના ખલાસીનો મને અનુભવ થયેલો. તે વહાણવટામાં ઘણે કાબેલ હતો. અને તેને યોગ્ય કેળવણું મળી હતી તે મહાન નાવિક એન્સનની તેલે આવ્યો હેત.”૧ સર એલેક્ઝાન્ડર બન્ને કચ્છના ખારવા, અને તેમણે કરેલી દરીયાઈ મુસાફરી વિષે જણાવે છે કે “કચ્છના ખારવા વહાણમાં લાંબી દરીયાઈ મુસાફરી ઘણું ચોકકસાઈ અને હુશિયારીથી કરતા તે સાંભળી ઘણા યુરોપીયનોને આશ્ચર્ય થશે. તેઓ નકશા અને કંપાસને ઉપયોગ સારી રીતે કરી શકતા. આ ખલાસીઓમાં રામસિંહ માલમનું નામ પ્રખ્યાત હતું. તે એક સદી પૂર્વે હલેંડ ગયેલ અને ત્યાંથી ખગોળવિવા, નોકવિદ્યા અને વહાણ બાંધવાની કળા શીખી લાવીને તેણે તેનાં બીજ ગુજરાતમાં પેલાં.”
આ રીતે ખારવાના જીવનમાં જે વહાણવટું અનાદિ કાળથી વણાઈ ગયું હતું તે હાલ પડતી દશામાં છે. એક વખતનાં લખપત, માંડવી, વેરાવળ, ભરૂચ, સુરત, ખંભાત વગેરે જે બંદરે જાહેજલાલીના શિખરે હતાં તે હાલ પડી ભાગ્યાં છે. આખા હિન્દુસ્તાનને પરદેશી વ્યાપાર માત્ર કલકત્તા, મુંબઈ, મદ્રાસ, રંગુન અને કરાંચી,
1. Industriul Supplement to Times of India, dated September 16, 1933 (Kutch Siate) p. 64.
2. Industrial Supplement to Times of Iudia, dated September 16, 1933 (Kutch State) p. 64 and Kutch Gazetteer, p. 143.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com