________________
ઉપસંહાર
[ ૧૫ ભીલ, નાયકડા વગેરે અનાર્ય જાતે શરવીર, બંડખર ને લૂંટારા તરીકે જાણીતી છે. મહીકાંઠા અને ચરેતરમાં જોવામાં આવતી કળી અને ધારાળાની જાત હજુ ચાર અને ગુન્હેગાર તરીકે પ્રખ્યાત છે. કાઠીયાવાડમાં ઉંચા, કદાવર, શુરવીર ને બહારવટીયા તરીકે જાણીતી કાઠી વગેરે ડુંગરાળ પ્રદેશમાં વસતી જાતે આવેલી છે. ગુજરાતના સમુદ્રકિનારા આગળ વસતી ખારવાની જાત એક વખત સાહસિક નાવિક પ્રજા તરીકે પ્રસિદ્ધ હતી. તેઓ વહાણવટામાં નિપુણ હતા. લાંબી દરીયાઈ સફર કરતા અને નકશા તથા કંપાસને ઉપયોગ સારી રીતે કરી શકતા. મુંબઈ આવતી અનેક આગબોટોને બહાદુર ) કપ્તાન અને સાહસિક લાસકર હજુ ગુજરાત પૂરા પાડે છે. ગુજરાતીઓની મોટામાં મોટી ખાસીયત કે જેનાથી હાલ પ્રત્યેક ગુજરાતી વ્યાપારી કોમ તરીકે પ્રસિદ્ધ છે અને પરપ્રાંત કે પરદેશમાં જેનાથી તેમની પ્રતિષ્ઠા પડે છે તે તેમની સનાતની વ્યાપારી બુદ્ધિ છે.
પ્રાચીન સમયથી ગુજરાત વ્યાપારની પ્રવૃત્તિમાં આગળ વધેલો પ્રાંત હતું. તે વખતના રાજ્યકર્તાની જાહોજલાલીનું મુખ્ય કારણ પ્રાંતીય વ્યાપારની આબાદી હતું. તે સમયના મુસાફરે અને યાત્રાળુઓએ ગુજરાતના વ્યાપારની મુકતકંઠે પ્રશંસા કરેલી છે. હિન્દુ રાજ્યના સમયમાં તેની જાહેરજલાલી વૃદ્ધિ પામી અને બાદશાહી સમયમાં તે જ કાયમ રહી. મોગલ રાજ્યના સમયમાં એકંદરે વ્યાપાર વૃદ્ધિગત થયો નહીં, પરંતુ તે રાજ્યના અસ્ત પછી વ્યાપારઉદ્યોગની સ્થિતિ બગડવા લાગી. ત્યારપછીના અશાન્તિના કાળમાં સુષુપ્તિ અવસ્થા ભગવતો આ પ્રાંતને વ્યાપાર અંગ્રેજી રાજ્યના ઉદય પછી અને રેલ્વે દાખલ થયા પછી ફરીથી અપૂર્વ રીતે ખીલી ની . સ્વતંત્ર હિન્દુ અને બાદશાહી સમયમાં હાલના જેવા વ્યવહારનાં સાધને નહીં હોવા છતાં તે સમયને વ્યાપાર એટલે ખીલેલું હતું કે ગુજરાતને તૈયાર માલ પશ્ચિમના દેશોમાં મેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com