________________
ઉપસંહાર
[ ૧૭
લાભ કરી શકાય એમ છે. વળી રેલ્વેનો આદર્શ “કેમ આવક વધારવી” એ ન હોવો જોઈએ, પણ જે પ્રદેશને તે લાભ આપતી હોય તેને વ્યાપાર કેમ વધારવો એ આદર્શ હવે જોઈએ.
ગુજરાતની વ્યાપારી પ્રજા તેમના સાહસિક અને ઉદ્યોગશીલ સ્વભાવ માટે પ્રસિદ્ધ છે. પ્રતિકૂળ સંજોગોમાં પણ આ પ્રજાએ પ્રાંતીય વ્યાપારને નાશ પામવા દીધું નથી, તેમ જ અનુકૂળ સંજોગે મળતાં તેમની સાહસિક વૃત્તિનો ઉપયોગ કરવાનું વિસરતી નથી. અમદાવાદને આબાદી ભેગવતો અપૂર્વ મીલઉદ્યોગ તે વિશિષ્ટતાને જવલંત દાખલો 1 છે. “સાગરધારા કેળવેલો આંતરરાષ્ટ્રીય સમાગમ ગુજરાતીઓની વ્યવહારબુદ્ધિનું તેમ જ એમના પ્રગતિપ્રેમનું મૂલ છે. ગુજરાતનું હજારે વર્ષનું વહાણવટું ગયું છે તે કયારે પાછું આવે એનો આધાર કેટલે અંશે પ્રજા સ્વરાજ્ય મેળવી શકે તેના પર છે. આ બાબતમાં કે લાખ નિરાશામાં “સિંધિયા સ્ટીમ નેવીગેશન કંપની” અમર આશાની ઝાંખી કરે છે. મુંબઈ, અમદાવાદ ને વડોદરામાં મળતી રેલ્વેએ વિનિમયના નવાં પ્રતાપી કેન્દ્રો ઉભા કર્યા છે. હવે વિંધ્યા ને સહ્યાદ્રિ ભેદાઈ ગયા છે ને રજપૂતાનાના રણમાં સરળ વ્યાપારમા ખુલ્યા છે. જેમ જેમ વ્યવહારના સાધન વધતાં જશે તેમ તેમ વ્યાપારને વિશાળ ક્ષેત્રે મળ્યાં જશે. આમ ગુજરાતની વ્યાપારપ્રવૃત્તિનું ભાવિ અધિક સુંદર દેખાય છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com