________________
ચીન સમયમાં
યાંત્રિક વ્યવહારસામાં સારી રીતે
૧૬ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન મૂલ્ય વેચાતે. વળી તે વખતનું વહાણવટું અને નાણાવટું પ્રાંતની વ્યાપારી પ્રજાના હાથમાં લેવાથી આંતરરાષ્ટ્રીય કે આંતરપ્રાંતીય વ્યાપારને લાભકારક હતું. ગુજરાતનાં બંદરે પુનર્નિકાશને વ્યાપાર પણ સારી રીતે ખીલેલો હતો. અર્વાચીન સમયમાં જે કે શાન્તિ ને વ્યવસ્થા પ્રમાણમાં સારી રીતે સ્થપાયાં અને જળવાયાં છે, અને યાંત્રિક વ્યવહારનાં સાધનો દરેક ઠેકાણે વપરાશમાં આવતાં જાય છે. છતાં પ્રાંતીય વ્યાપાર એગ્ય દિશામાં ખીલેલો નથી. ગુજરાતનાં સર્વ બંદરનું નૂર મુંબઈ બંદરે હરી લીધું છે. કાઠીયાવાડનાં સ્વતંત્ર બંદરે તેની સાથે હરીફાઈ કરે છે તે પણ મધ્યસ્થ સરકારને રૂચતું નથી. કાઠીયાવાડનાં બંદરોની (જેમકે ભાવનગર ને બેડી) હાલની ખીલવણું દર્શાવે છે કે જે રાજ્યની સંગીન સહાયતા અને સહાનુભૂતિ હોય તે પડી ભાગેલાં કેટલાંક બંદરને પુનર્જીવન મળી શકે તેમ છે. અમુક બંદરને કુદરતી ગેરલાભો એટલા બધા પ્રતિકૂળ નથી કે તેમની ખીલવણું બિભુલ થઈ શકે જ નહીં.
ગુજરાતમાં વ્યવહારની સ્થિતિ પણ સતેષકારક નથી. સારા અને પૂરતાં કાંકરીવાળા રસ્તાઓની ખોટ હજુ પૂરાઈ નથી. ચોમાસામાં કાચી સડકો વ્યવહારને માટે તદ્દન નિરૂપયેગી થઈ જાય છે. રેલ્વેની સગવડ પણ ઘણુ જગ્યાએ જોવામાં આવતી નથી. જ્યાં રે વ્યવહાર નથી ત્યાં કેટલેક ઠેકાણે મોટરવ્યવહાર શરૂ થયો છે, પણ મોટરે રેલ્વે સાથે ટુંકા અંતરમાં સ્પર્ધા કરે છે તેથી રેલ્વેની સત્તા ખળભળી ઉઠી છે. જ્યાં રેલવે બાંધવી ખર્ચાળ કે પ્રતિકૂળ હોય ત્યાં મેટરવ્યવહાર વધારવાની ખાસ જરૂર છે. ખેતીપ્રધાન પ્રાંતમાં ખેતીની પિદાશ દૂર ગામડાંઓમાંથી રેલવે મથક સુધી લાવવાને મોટર અત્યંત ઉપયોગી સાધન છે, પણ મોટરવ્યવહાર વૃદ્ધિ પામે તે પહેલાં રસ્તાની સ્થિતિ પણ સુધરવી જોઈએ. વળી મોટર તથા રેલવે અંદર અંદર
સ્પર્ધા કરે તેને બદલે સહકાર સાધીને કંઇ વ્યવસ્થિત રીતે પિતાપિતાનાં એમ ક્ષેત્રમાં વ્યવહાર ચલાવે તે પ્રાંતના વ્યાપારને એકંદર ઘણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com