________________
૧૯૪] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન વૈદકીય દૃષ્ટિએ ઉપયોગ થતું નથી. જો કે ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ સાધવાને માટે મોટામાં મોટી ખોટ કોલસાની છે, પણ તેના ડુંગરામાંથી વહેતા પ્રવાહમાં અગાધ જળશક્તિ છે. આ જળશક્તિથી ઉત્પન્ન થતી વિદ્યુત વડે ઘણા ઉદ્યોગો મોટા પાયા પર સ્થાપી શકાય એમ છે, પણ તે બાબત પૂરતી તપાસ હજુ થઈ નથી. તાજેતરમાં ગુજરાતમાં ભરૂચ અને ઘોધા આગળ ખનીજતેલના કૂવાની શોધ થઈ છે, ને શરૂઆતમાં કુદરતી ગ્યાસની ઘણી વપરાશ વધી શકે એમ છે. આથી ખ્યાલ આવશે કે ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસને માટે કુદરતી સમૃદ્ધિ ઘણી છે, પણ તેના માટે જોઈએ તેટલું સંશોધન થયું નથી. લોકોની અને ખાસ કરીને રાજ્યની ઉદાસીનતા આ વસ્તુસ્થિતિ માટે જવાબદાર છે.
વિવિધ પ્રાકૃતિક પરિસ્થિતિને લીધે ગુજરાતમાં વસ્તીનું પ્રમાણ એકસરખું માલમ પડતું નથી. સૌથી ઘાડામાં ઘાડી વસ્તી ચારેતરમાં છે; કારણ કે ત્યાંની અતિશય ફળદ્રુપ જમીનમાં ઘણું ખેડુતેનું પોષણ થઈ શકે છે. અન્ય રસાળ મેદાનમાં વસ્તી ઓછાવતાં પ્રમાણમાં આવેલી છે; પણ પશ્ચિમ સરહદના અને કાઠીયાવાડનાં ડુંગરાળ પ્રદેશમાં વસ્તીનું પ્રમાણ ઘણું ઓછું છે. સૌથી ઓછામાં ઓછી વસ્તી કચ્છના રેતાળ પ્રદેશમાં છે કે જ્યાં વરસાદ ઘણો ઓછો પડે છે અને રેતાળ ભૂમિ ખેતી માટે નિરૂપયેગી છે. વિવિધ કુદરતી રચનાને લીધે ગુજરાતમાં વસતી જૂદી જૂદી જાતિઓની ખાસીયતામાં ફેરફાર માલમ પડે છે. સારે શરીરબાંધે, વ્યાપારી બુદ્ધિ અને કરકસર ઘણે ભાગે ઉત્તર ગુજરાતના લોકોમાં જોવામાં આવે છે અને દક્ષિણ ગુજરાતમાં વસતા લોકે સામાન્ય રીતે તીવ્ર બુદ્ધિવાળા અને મોજશેખને ચાહનારા હોય છે. ડુંગરાળ અને જંગલોથી ભરપૂર પ્રદેશમાં જોવામાં આવતી કેટલીક અનાર્ય જાતે મેદાનમાં વસતી સુધરેલી પ્રજાના સંસર્ગમાં આવેલી નહીં હેવાથી હજુ જંગલી અવસ્થામાં છે. પૂર્વ સરહદના ડુંગરામાં વસતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com