________________
૧૯૨] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન પ્રદેશે પણ સમુદ્ર સપાટીથી ૫૦૦ ફૂટ કરતાં પણ વધારે ઉંચાણવાળા છે. દક્ષિણને ઝાડીવાળો પ્રદેશ પણ ભિન્ન પ્રાકૃતિક રચનાને લીધે જ પડે છે. કચ્છને રેતાળ પ્રદેશ સમુદ્રમાંથી ઉપસી આવેલ દ્વીપ છે કે જેની પાસે દરીયો નદીઓના જળમળ વડે પૂરાઈ ગયા છે. કાઠીયાવાડ પણ ઠીપમાંથી દ્વીપકલ્પ બનેલો છે, કારણ કે હજુ મૂળ ગુજરાત ને કાઠીયાવાડની વચ્ચમાં નીચાણવાળી નળકાંઠાની જમીન છે. આહવા આખા ગુજરાતમાં આથી એકસરખી નથી. સમુદ્રકિનારા આગળના પ્રદેશમાં હવા ભેજવાળી અને સુખકારક છે. રેતાળ પ્રદેશમાં હવા સૂકી ને ગરમ છે. પૂર્વ તરફના અને કાઠીયાવાડના ડુંગરાળ પ્રદેશમાં હવા ઠંડી રહે છે. દક્ષિણના ઝાડીવાળા વિભાગમાં અને કાઠીયાવાડના ગીર આગળ વધારે વરસાદ પડે છે. એક ઉત્તરના રેતાળ મેદાનમાં ને કચ્છમાં ઘણો ઓછો વરસાદ પડે છે. ભિન્ન ભિન્ન પ્રાકૃતિક પરિસ્થિતિને લઈને આ રીતે આબેહવામાં ફેરફાર માલમ પડે છે.
ગુજરાતમાં ઓછાવત્તા પ્રમાણમાં દરેક પ્રકારની પેદાશ ઉત્પન્ન થાય છે, પણ ખેતીની પેદાશ તેમાં મુખ્ય છે. નદીઓના કાંપથી બનેલી કસદાર જમીન રેતર, સુરત અને ભરૂચના સપાટ પ્રદેશમાં જોવામાં આવે છે, એટલે ત્યાં કપાસ પુકળ થાય છે. ભરૂચ જીલ્લામાં ઉત્પન્ન થતે કપાસ ઊંચી જાતને છે, જો કે આ કપાસ અમેરીકા કે ઈજીપ્તના કપાસના જે લાંબા તાંતણાવાળો નથી. અનુકૂળ આબેહવાને લીધે ચરેતરમાં તમાકુને પાક સારે થાય છે. દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ પડતો હેવાથી ડાંગરની પેદાશ ત્યાં મુખ્ય છે. ડુંગરાળ જમીનમાં મકાઈ સિવાય કંઈ પાકતું નથી. તે ઉપરાંત બીજી ખેતીની પેદાશ જેવી કે જુવાર, બાજરી, તેલીબીયાં વગેરે ઘણી જગ્યાએ પાકે છે. ખેતીની પેદાશને લગતે મેટામાં મેટ. ઉદ્યોગ સુતરાઉ કાપડ બનાવવાને છે કે જે મુખ્યત્વે કરીને અમદાવાદમાં. કેન્દ્રિત થયેલ છે અને જન પ્રેસ વગેરે કારખાનાં ગુજરાતમાં ઘણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com