________________
પ્રકરણ ૯ મું
ઉપસંહાર
ભૂગોળ એ વિજ્ઞાનની એક શાખા છે. ભૂગોળવિજ્ઞાનના અભ્યાસમાં પૃથ્વી અને અન્ય આકાશી ગ્રહની રચના, વિવિધ આવરણોની સ્થિતિ, સર્વવ્યાપક હવામાનની ઘટના અને ભૂપૃષ્ઠ ઉપર વસતાં પ્રાણુ અને વનસ્પતિની વિવિધતાને સમાવેશ થાય છે. ભિન્ન ભિન્ન પ્રાકૃતિક બનાવો પૃથ્વીના પડ પર કયાં અને શા માટે થાય છે અને તેમની મનુષ્ય ઉપર શી અસર થાય છે વગેરે શોધી કાઢવું અને સમજાવવું, એ ભૂગોળવિદ્યાનું કાર્ય છે. પ્રાકૃતિક પરિસ્થિતિ, મનુષ્યપ્રવૃત્તિ તથા સંસ્કૃતિ સાથેના સંબંધનું સકારણ સંશોધન કરવું, એ ભૂગોળવિજ્ઞાનનું મુખ્ય દૃષ્ટિબિન્દુ છે. ભૌગોલિક દષ્ટિએ અન્વેષણ સંપૂર્ણ થાય તે માટે ભૂગોળશાસ્ત્રીને પ્રાણીવિજ્ઞાન, વનસ્પતિવિજ્ઞાન, ભૂસ્તરવિજ્ઞાન, હવામાનવિજ્ઞાન અને અર્થવિજ્ઞાનના સિદ્ધાને આશ્રય લેવો પડે છે. પ્રાકૃતિક પરિસ્થિતિનાં મુખ્ય અંગે ચાર છે. ભૂપૃષ્ઠરચના, આહવા, વનસ્પતિ અને પ્રાણીઓ, તેઓ થડે કે ઘણે અંશે મનુષ્ય પ્રવૃત્તિ ઉપર અસર કર્યા વગર હેતાં નથી. આબેહવા, વનસ્પતિ કે પ્રાણીઓની ઉત્પત્તિ, વિવિધતા અને વિષમતાને આધાર વળી ભૂપૃષ્ઠરચના પર રહે છે.
પૂર્વ ગોળાર્ધમાં આવેલા એશીયા ખંડના હિન્દુસ્તાન દેશના ગુજરાત પ્રાંત કુદરતી રીતે મુંબઈ ઇલાકાના વિભાગોથી જૂ પડે છે, પરંતુ રાજકીય સગવડ માટે તે જુદાં જુદાં જીલ્લા અને દેશી રાજ્યમાં વહેંચાઈ ગયો છે. ઉત્તરમાં રેતાળ પ્રદેશ અને અરવલ્લી ઉચ્ચપ્રદેશ, પૂર્વે ડુંગરાળ ભીલપ્રદેશ અને વિંધ્ય ને સાતપૂડાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com