________________
ઉપસંહાર
[ ૧૧ ધારે, દક્ષિણે સાતપૂડાની ધારે અને ડાંગનું વન, અને પશ્ચિમે સાગર એ લગભગ અભેદ્ય કેટથી ગુજરાત એક કુદરતી વિભાગ બનેલો છે. ગુજરાતમાં દરેક પ્રકારની પ્રાકૃતિક પરિસ્થિતિ છે, એટલે તેના પણ કુદરતી વિભાગો થઈ શકે એમ છે. ઉત્તર તરફના સપાટ મેદાનવાળા પ્રદેશમાં ફક્ત ઈશાન ખૂણા સિવાય કોઈ જગ્યાએ ડુંગરાળ ભૂમિ નથી. કચ્છના રણમાં અદશ્ય થતી બનાસ અને સરસ્વતી નદીઓ ઉપરાંત મોટી નદી સાબરમતી ત્યાં આવેલી છે. ભૂસ્તરશાસ્ત્રીઓની માન્યતા પ્રમાણે એક વખત પ્રાચીન સરસ્વતી નદી આ પ્રદેશમાં વહીને કચ્છના કે ખંભાતના અખાતમાં મળતી હતી. સાબરમતી અને મહી નદીઓની મધ્યમાં આવેલો ચરોતરનો પ્રદેશ નદીઓના જળમળથી અત્યંત ફળદ્રુપ બને છે. મોટા પ્રવાહવાળી મહી નદી વ્યવહારોગ્ય નથી, એટલું જ નહીં પણ તેમાંથી નહેરે બાંધીને ખેતી માટે ઉપયોગ થતો નથી. મહી, નર્મદા અને તાપી નદીઓના વહેણવાળા પ્રદેશમાં ફક્ત પૂર્વ સરહદ સિવાય સપાટ રસાળ મેદાને આવેલાં છે. સમુદ્રકિનારા આગળની જમીન ખારાશવાળી હવાથી રસાળ નથી. એક વખત નર્મદા અને તાપી પશ્ચિમ હિન્દના વ્યવહારનાં મુખ્ય સાધન હતાં અને ભરૂચ અને સુરત અગત્યનાં બંદર હતાં, પણ તેમના પ્રવાહમાં ધસડાઈ આવતા જળમળ વડે બંદરે નિરૂપયોગી થયાં છે અને તેમાં લાંબા અંતર સુધી વહાણે ફરી શકતાં નથી. નહેરે પણ આ નદીઓમાંથી હજુ બંધાઈ નથી. લગભગ આખી પૂર્વ સરહદ એક ઉચ્ચપ્રદેશ જેવી છે. છેક ઈશાનમાં આવેલી અરવલ્લીની ગિરિમાળા જૂનામાં જૂની છે, એમ ભૂસ્તરશાસ્ત્રીઓનું માનવું છે. આબુ અને આરાસુર પર્વતની અંતર્ગભ રચના જ્વાળામુખીના જેવી છે, કારણ કે ત્યાં વારંવાર ભૂકંપ થાય છે તે આજે પણ જાણીતું છે. પૂર્વ સરહદને દ્વારપાળ પાવાગઢ પણ અગ્નિજનિત કે આગ્નેય ખડક છે, એમ ભૂસ્તરશાસ્ત્રીઓએ સાબીત કર્યું છે. મહીકાંઠા અને રેવાકાંઠાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com