________________
વ્યાપાર અને વ્યવહારનું સામાન્ય અવલોકન
[ ૧૦૭
હજુ પણ કેટલીક જગ્યાએ નાણુની વપરાશ નહીં હોવાથી માત્ર વસ્તુઓને વિનિમય થાય છે. ઉત્તર તરફનાં ઇંડાં રણમાં વસતા “એસ્કીમની’ મુખ્ય પેદાશ રીંછ અને શીયાળનાં ચામડાંની છે, એટલે તેના બદલે તેઓ સેયો, દર્પણે, ચપ્પાં અને અન્ય તૈયાર ચીજે કેટલીક વખત બહુ કિંમતે મેળવે છે. એક વખત એ હતું કે જ્યારે આક્રીકાની જંગલી પ્રજા પાસેથી યુરેપના વ્યાપારીઓ માત્ર કાચના થાડા મણકા આપીને હાથીદાંત મેળવતા અને દક્ષિણ બ્રહ્મદેશના દરીયાઈ મોતી કાઢનારાઓ પાસેથી માત્ર થોડીક ડાંગર કે થોડા સુતરાઉ રૂમાલોને બદલે ઘણાં કિંમતી મતી મેળવતા; પરંતુ આ જંગલી પ્રજાઓ હવે તેવી રીતે છેતરાતા નથી.
અર્વાચીન યાંત્રિક વ્યવહારના લાભથી કોઈ પણ દેશમાં સર્વ જાતની પેદાશ ઉત્પન્ન કરવામાં આવતી નથી; પણ જે પેદાશને માટે ત્યાં સારામાં સારી અનુકૂળતા હોય છે તેને વધારવાના સતત પ્રયાસ થાય છે. આથી ખેતીપ્રધાન દેશે ખેતીની પેદાશ ઉત્પન્ન કરીને તેના બદલે ઉદ્યોગપ્રધાન દેશો પાસેથી ઉદ્યોગની બનાવટ મેળવે છે. પશ્ચિમના દેશોમાં ઔદ્યોગિક પરિવર્તન ઘણું થયું છે, અને તેના પરિણામે ખેતીની પેદાશ તરફ જોઈએ તેટલું ધ્યાન અપાતું નથી. સમશીતોષ્ણ કટિબંધમાં આવેલા ઉદ્યોગપ્રધાન દેશને આથી ઉષ્ણકટિબંધમાં આવેલા ખેતીપ્રધાન દેશ પર આધાર રાખે પડે છે. જો કે આવી જાતના આર્થિક વિકાસથી આંતરરાષ્ટ્રિય વ્યાપારમાં એકંદર ઘણી વૃદ્ધિ થઈ છે, પણ ખેતીપ્રધાન દેશે ઉદ્યોગપ્રધાન દેશોના જેટલી સમૃદ્ધિ મેળવી શક્યા નથી.
વ્યાપારની વસ્તુઓના મુખ્યત્વે કરીને ત્રણ વર્ગ પાડી શકાય એમ છે. ખોરાકની ચીજો, કાચી વસ્તુઓ અને ઉદ્યોગની બનાવટે. યુરોપ, અમેરીકા અને જાપાન ઉદ્યોગની બનાવટે પુષ્કળ પ્રમાણમાં નિકાશ કરે છે, ત્યારે બાકીની દુનિયા માત્ર ખેરાકની ચીજો કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com