________________
૧૫૮] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન લાગ્યા છેઅને જે મ્યુનિસિપાલિટી રૂની નિકાશ પર વધારે જકાત નાંખશે તો મુંબઈ બંદરની જાહોજલાલીને ઘણું જ હાનિ થશે.”૨ અમદાવાદની મીલો ઈજીપ્ત અને પૂર્વ આફ્રીકાનું રૂ ભાવનગર દ્વારા મંગાવે છે, એટલે મુંબઈને રૂપરની જકાત પણ ઓછી મળે છે. કાઠીયાવાડની હરીફાઈએ આથી મોટી મુશ્કેલી ઉત્પન્ન કરી છે. હિન્દનાં દેશી રાજ્યોને માટે નીમાયેલી કમિટિ લખે છે કે “દેશી રાજ્યને વરતીના પ્રમાણ કરતાં બંદરોમાંથી વધારે આવક મળે છે ને તે આવક તેઓ પોતાનાં બંદરોની ખીલવણમાં ખર્ચે છે.” આથી કાઠીયાવાડના બંદરે દરીયાઈ વ્યાપારમાં આગળ પડતે ભાગ લે છે. અર્વાચીન વ્યાપારની વ્યવસ્થા
ચોકકસ ખબરેના અભાવે ગુજરાતને વ્યાપાર કેવી રીતે વ્યવસ્થિત થયેલો છે તે કહી શકાય નહીં. સાધારણ રીતે દરેક જાતના વ્યાપારને માટે જૂદાં મંડળ હોય છે. મંડળના કાયદા તેના સભ્યોને લાગુ પડે છે. દરેક મંડળ કે મહાજન ભાવ નક્કી કરે છે, રજાઓ કે હડતાળે પળાવે છે, અંદરોઅંદરની તકરાર પતાવે છે અને સાધારણ રીતે પિતાના વ્યાપારનું હિત વધે તેવા પ્રયત્ન કરે છે. સામાન્ય રીતે આવાં મહાજને મોટાં શહેરો કે ઔદ્યોગિક સ્થળોએ આવેલાં હોય છે. આ મહાજને હજુ નાના પાયા પર રચેલા, સ્થાનિક અને અવ્યવસ્થિત છે. પશ્ચિમના દેશોની માફક તેઓ સારી રીતે સંગઠીત અને પ્રભાવવાળા નથી. વળી વ્યાપારને માટે જોઈતાં નાણું શરાફે કે શાહુકારો પૂરાં પાડે છે. હુંડીથી એકબીજાનું લેણુદેણું
2. Times of India, July 27, 1933. 3. Times of India dated August 14, 1933.
પરિશિષ્ટમાં ઈ. સ. ૧૯૩૧-૩ર અને ઇ. સ. ૧૯૩૨-૩૩ ના એકર આડા આપેલા છે. તે ઉપરથી કાઠીયાવાડનાં બંદરને પરદેશ સાથે વધેલો વ્યાપાર તથા મુંબઈ બંદર સાથે વધતી જતી હરીફાઈને સંપૂર્ણ
ખ્યાલ આવતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com