________________
અર્વાચીન સમયને વ્યાપાર
[ ૧૬૧ આંકડા મળી શક્તા નથી, પણ ઇ. સ. ૧૯૨૧-૨૨ માં રેલ્વે મારફતે થયેલા વ્યાપારનાં ને અત્યારના વ્યાપારનાં લક્ષણમાં કઇ ફેરફાર થો નહીં હોય. તે વખતે રેલ્વે મારફતે થયેલી ગુજરાતની આયાત નિકાસ કરતાં વધારે હતી; જો કે ઈલાકની આયાત નિકાશ કરતાં ઓછી હતી. આયાતમાં કેલસા, જાનવર, ૨, સુતર, રંગ, દવા, અનાજ, આરસપહાણ, લોખંડને સામાન વગેરે મુખ્ય હતાં અને નિકાશની મુખ્ય ચીજે દેશી કાપડ, ખેળ, અનાજ, મીઠું, તમાકુ વગેરે હતી. બંગાળા, બિહાર અને ઓરીસ્સા, સંયુક્ત પ્રાંત અને મધ્યપ્રાંતમાંથી પુષ્કળ માલ આયાત થતો; અને સંયુક્ત પ્રાંત, મધ્યપ્રાંત, મધ્યહિન્દ અને રજપૂતાનામાં માલ નિકાશ થતો. ઈ. સ. ૧૯૨૧-રર ના આંકડા બતાવે છે કે તે વખતે ઈલાકાની અંદરના વ્યાપારમાં પણ ગુજરાતને હિસ્સો મહારાષ્ટ્રના (બિજાપુર સતિ) કરતાં છે, પણ બીજા વિભાગના કરતાં વધારે હ. ઈસ. ૧૯૩૧-૩૨ ની ગણત્રી પ્રમાણે ગુજરાતની મુખ્ય રેલ્વે મારફતે થયેલી માલની અવરજવર (પરિશિષ્ટમાં બતાવ્યા મુજબ) ઉપરથી પણ સિદ્ધ થાય છે કે એકંદરે રેલવે મારફતે નિકાશ કરતાં આયાત વધારે થાય છે. આનું મુખ્ય કારણ એ છે કે ગુજરાત મુખ્યત્વે કરીને બીજા પ્રાંતમાંથી રૂ, અનાજ અને કોલસા વધારે પ્રમાણમાં આયાત કરે છે; પરંતુ તેટલા જ પ્રમાણમાં મીઠા સિવાય બીજી વસ્તુઓ ગુજરાતમાંથી બીજા પ્રાંતમાં જતી નથી. ગુજરાતમાં મીલ ઉદ્યોગ ખીલેલો હોવાથી તેનું કાપડ બીજા પ્રાંતમાં જાય છે ખરું, પણ મોટા પ્રમાણમાં તેની નિકાસ થતી નથી. છતાં ઇલાકાના આંતરપ્રાંતીય વ્યાપારમાં ગુજરાત પહેલે નંબરે હોવું જોઈએ. દરીયાઈ વ્યાપારની ખીલવણનો આધાર સ્વતંત્ર બંદર પર છે, એટલે
જ્યાં સુધી ઈલાકાનું સર્વોપરી બંદર મુંબઈ રહેશે, ત્યાં સુધી ગુજરાતનાં બંદરો ખીલશે નહીં. કાઠીયાવાડનાં રાજ્ય જે ધારે તે કૃત્રિમ યોજનાથી પણ બંદરોની ખીલવણી જારૂ રાખી શકે; બાકી હાલ તો રેલ્વે કે મેટર મારફતે આ પ્રાંતના વ્યાપારને ખીલી શકવાને તક રહી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com