________________
૧૭૪ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન બંધાઈ, એટલે આખા ગુજરાતમાં થઈને પ્રસાર થતી મુંબઈથી અમદાવાદ અને વીરમગામ સુધી મુખ્ય રેલવે (પહેળા પાટાની ૫-૬”) તૈયાર થઈ આ રેવે થવાથી ગુજરાતના વ્યાપારને અપૂર્વ જેસ ભળ્યું અને મુંબઈ બંદર દરીયાઈ વ્યાપારનું કેન્દ્રસ્થાન બન્યું. ૫૦ માઈલ કે ૧૦૦ માઈલ દૂર બંદરેએ ભાલ જવાને બદલે હવે રેલ્વે થવાથી ગુજરાતને માલ દૂર ૩૦૦ માઈલ સુધી નિકાસ માટે જવા લાગ્યું. ઈ. સ. ૧૮૭૧ પછી રેલ્વેની શાખાઓ પુષ્કળ વધવા લાગી. ઇ. સ. ૧૮૭૫ માં ગોધરાથી આણંદ સુધી શાખા તૈયાર થવાથી પંચમહાલ જીલ્લાને વ્યવહાર વધવા લાગ્યો. ઇ. સ. ૧૮૭૩ માં ખારાઘોડાથી વિરમગામ રેલવે બંધાઈ, એટલે ખારાઘોડાનો મીઠાને ઉદ્યોગ પણ વધવા લાગ્યો. ઈ. સ. ૧૮૯૪માં વડોદરાથી પહોળા પાટાની રેલવે રતલામ સુધી આવી, એટલે માળવાને વ્યવહાર આ રસ્તે ચાલુ થયો. આ બધી શાખાઓ પહોળા પાટાની હતી, પણ સાથે સાથે મધ્યમ પાટાની અને સાંકડા પાટાની શાખાઓ પણ ગુજરાતમાં બંધાવવા લાગી. ઈ. સ. ૧૯૨૯-૩૦માં પહેળા પાટાની બે વધારે શાખાઓ બાંધવામાં આવી. એક વાસદથી કાઠના સુધી જાય છે અને બીજી બેરીયાવીથી વડતાલ સુધી જાય છે.
મધ્યમ અને સાંકડા પાટાની
ઈ. સ. ૧૮૮૦-૮૧ માં દિલ્હીથી અમદાવાદ સુધી મધ્યમ પાટાની રેલવે પૂરી થઈ એટલે રજપૂતાના, મારવાડ અને ઉત્તર હિન્દનો વ્યવહાર ચાલુ થયું. ઈ. સ. ૧૯૦૨ માં વીરમગામથી વઢવાણ શાખા | History of Indian Railways (1932-33), p. 35.
", p. 35.
p. 81
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com