________________
અર્વાચીન સમયને વ્યવહાર
L[ ૧૮૭ શાખાઓ દર્શાવે છે. કચ્છ સિવાયના ગુજરાતને વિસ્તાર આશરે ૫૬ હજાર ચોરસ માઈલ છે. “હિન્દની રેલ્વેને ઈતિહાસ” એ નામના ગ્રંથમાંથી તૈયાર કરેલી વિગત પ્રમાણે ગુજરાતમાં પથરાયેલી રેલ્વેની લંબાઈ આશરે ૨,૭૦૦ માઈલ થાય છે. આ આંકડો તદ્દન ચોક્કસ છે, એમ તે નજ કહી શકાય. કેટલીક શાખાઓ પ્રાંતની બહાર જતી હશે તે કેટલીક પરપ્રાંતીય રેલ્વે અંદર આવતી હશે. છતાં સામાન્ય રીતે ગુજરાતની રેલ્વેના વિસ્તારને ખ્યાલ આવી શકશે. પરિશિષ્ટમાં બતાવ્યા પ્રમાણે ગુજરાતમાં ૬૦૪-૩૪ માઈલ પહેળા પાટાની, ૫૫૫-૪૧ માઈલ મધ્યમ પાટાની અને પ૬૧-૧૨ માઈલ સાંકડા પાટાની રેલ્વે આવેલી છે. એકલા ગુજરાતમાં રેલ્વેને વિસ્તાર ૧,૭૨૦૦૮૭ માઈલ થાય છે. કાઠીયાવાડમાં ૯૮૬-૨૬ માઈલ મધ્યમ પાટાની રેલ્વે આવેલી છે. એટલે એકંદર વિસ્તાર આશરે ૨,૭૦૦ માઈલ થાય છે. સરાસરી એક માઈલ રેલ્વે આશરે ૨૧ ચોરસ માઈલ વિસ્તારને લાભ આપે છે. ઈલાકાના બીજા વિભાગે કરતાં ગુજરાતમાં રેલવે સારા પ્રમાણમાં છે. “રસ્તા ને રેવેની હરીફાઈ” વિષેની કમિટિ લખે છે છે કે ઈ. સ. ૧૯૩૧-૩૨ માં ઈલાકાના ખાલસા મુલકમાં આશરે ૨,૫૦૦ માઈલની રેલ્વે હતી. તેની ગણત્રી પ્રમાણે સરાસરી એક માઈલ રેહવે ૩૦ ચોરસ માઈલ વિસ્તારને લાભ આપે છે કે જેથી રેલ્વેથી વધારેમાં વધારે દૂર કઈ પ્રદેશ ફક્ત ૧૫ માઈલ જ છે. ગુજરાતમાં ઉપરની ગણત્રી પ્રમાણે સાધારણ રીતે કઈ પ્રદેશ રેલ્વેથી ૧૦ માઈલથી વધારે દૂર નહીં હોય એમ ધારી શકાય, જો કે ઘણી જગ્યાએ રેલ્વે એનાથી વધારે દૂર હશે. તે જ કમિટિ જણાવે છે કે હાલના આર્થિક નબળાઈના વખતમાં એક બે અપવાદ સિવાય ઈલાકામાં રેલવેની ખીલવણને માટે તક નથી.”ર ગુજરાતમાં આટલી રેલવેથી વ્યવહાર સારે છે એમ કહેવું ભૂલભરેલું છે. વ્યાપારની પ્રગતિને માટે આથી વધારે રેલવેની જરૂર છે.
1-2 Report, Road and Rail Competition, (Bombay Presidency), pp. 5-8 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com