________________
અર્વાચીન સમયના વ્યવહાર
અમદાવાદ પ્રાંતીજ રેલ્વે
મધ્યમ પાટાની આ રેલ્વે અમદાવાદ પ્રાંતીજ રેલ્વે કંપનીની છે, પણ તેના વહીવટ ખી. બી. એન્ડ સી. આઈ. રેલ્વે કરે છે. ઈ. સ. ૧૮૯૭માં આ રેલ્વે બંધાઈ ત્યારે તેની લંબાઈ ૫૪ ૫૯ માઈલ હતી. ઇ. સ. ૧૯૩૦-૩૧ સુધી એ રેલ્વેની લખાઈ ૮૮-૭૩ માઈલ હતી અને તે જ વર્ષમાં રેલ્વેને એકંદર આવક આશરે રૂા. ૮ લાખ મળેલી.૧ ઈ. સ. ૧૯૭૧-૩ર માં આ રેલ્વે મારફતે આશરે ૧૫૧ હજાર ટન માલની અવરજવર થયેલી અને તેમાંથી રેલ્વેને આશરે રૂા. ૩ લાખની આવક થયેલી. આ માલમાંથી આશરે ૭૭ હજાર ટન આયાત થયેલા અને ૭૪ હજાર ટન નિકાશ થયેલા.
આ રેલ્વે મારફતે અનાજ, આરસપહાણુ, ગેાળખાંડ, તેલીબીયાં, રૂ અને તૈયાર કાપડ, વગેરે માલની અવરજવર વધારે થાય છે. આ રેલ્વે હીમતનગર સુધી જાય છે અને ત્યાંથી ખેડબ્રહ્મા સુધી પહોંચે છે. મહીકાંઠા એજન્સીની સરહદ પર વ્યવહારને તે મુખ્ય માગ છે. રાજપીપળા રાજ્યની રેલ્વે
[ ૧૯૯
આ સાંકડા પાટાની રેલ્વે રેવાકાંઠા એજન્સીમાં વ્યાપારના મુખ્ય રસ્તા છે. આ રેલ્વે બી. બી. એન્ડ સી. આઇ રેલ્વેના અંકલેશ્વર સ્ટેશનથી રાજપીપળા સુધી દાડે છે. ઇ. સ. ૧૮૯૭માં 'કલેશ્વરથી રાજપારડી સુધી શાખા થયેલી. ૧૯૩૦-૩૧ સુધીમાં આ રેલ્વેની લખાઈ ૩૯.૨૪ માઈલ હતી અને એકંદર આવક આશરે રૂ।. ૨ લાખ થયેલી.૩ ઇ. સ. ૧૯૩૧-૩૨ માં આ રેલ્વે મારફતે ૩૫ હજાર ટન માલ અવરજવર થયેલા અને તેમાંથી આવક આશરે રૂ।. ૧ લાખ થયેલી. આમાંથી આશરે ૧૪ હજાર ટન માલ આયાત માટે ગયેલા અને ૨૧ હજાર ટન નિકાશ થયેલા.૪ આ રેલ્વે મારફતે પણ અનાજ, તેલીબીયાં અને રૂ વધારે પ્રમાણમાં અવરજવર થાય છે. આ રેલ્વે રાજપીપળા દરબારની છે, પણ બી. બી. એન્ડ સી. આઇ રેલ્વે વહીવટ કરે છે.
૧-૨ History of Indian Railways (1982-83) p. 48–49. · p. 63.
"
www.umaragyanbhandar.com
૩-૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat