________________
અર્વાચીન સમયને વ્યવહાર
[ ૧૭૭ ન ગાયકવાડ સરકારને મળે છે. ઈ. સ. ૧૯૩૦૩૧ માં આ રેલ્વેની લંબાઈ ૨૧૪૨ માઈલ હતી, ને તેની એકંદર આવક આશરે
. ૫ લાખ હતી. ઇ. સ. ૧૯૩૧-૩૨ માં આશરે ૧૧૪ હજાર ટન માલ અવરજવર થયેલો, અને રેલવેને તેમાંથી રૂ. ૧ લાખની આવક થયેલી. આ રેલ્વે ઉપર આશરે ૯૭ હજાર ટન માલ આયાત થયેલ અને ૧૭ હજાર ટન નિકાશ થયેલ. એ રેલ્વેને માલમાંથી મળતી આવક ઉપરથી માલમ પડે છે કે તેની મારફતે અનાજ, આરસપહાણ, મીઠું, ગોળખાંડ, તેલીબીયાં, રૂ અને તૈયાર કાપડ અને લોખંડ વગેરે માલની અવરજવર વધારે થાય છે. ખેડા જીલ્લાના વ્યવહારના માટે આ મુખ્ય શાખા છે. તારાપુર ખંભાત રે
તારાપુર રેલ્વે પણ ઈ. સ. ૧૯૦૨ માં બંધાઈ હતી. આ રેલ્વે ખંભાતના નવાબના કબજામાં છે, પણ તેની દેખરેખ અને વહીવટ બી. બી. એન્ડ સી. આઈ રેલ્વેને સોંપેલાં છે. ઈ. સ. ૧૯૩૦-૩૧ માં એ રેલ્વેની લંબાઈ ૧૨:૩૬ માઈલ હતી અને એકંદર આવક આશરે રૂ. ૧ લાખ હતી.૩ ઈ. સ. ૧૯૩૧-૩૨ માં આ રેલ્વે મારફતે આશરે ૩૮ હજાર ટન માલ અવરજવર થયેલ અને રેલ્વેને તેમાંથી આશરે રૂા. ૪૦ હજાર આવક થયેલી. આ માલમાંથી ૨૫ હજાર ટન આયાત થયેલ અને ૧૩ હજાર ટન નિકાશ થયેલો. આ ઉપરથી એમ માલમ પડે છે કે નિકાશ કરતાં આયાત રેલ્વે મારફતે વધારે થાય છે. આ રેલ્વે ઉપર અનાજ, આરસપહાણ, લાકડું, રૂ અને તૈયાર કાપડ વગેરે માલની અવરજવર વધારે થાય છે. ખંભાતના રાજ્યની પેદાશની નિકાશ આ માર્ગે થાય છે. બંદર પડી ભાંગવાથી હવે રેલવે એ જ વ્યવહારનું મુખ્ય સાધન છે. આ રેલ્વે પેટલાદ સુધી જાય છે અને ત્યાંથી ગાયકવાડની પેટલાદ આણંદ રેલ્વે શરૂ થાય છે. આ રેવે પણ પહોળા પાટાની છે.
1-2 History of Indian Railways (1932-33) p. 40. ૩-૪
p. 41,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com