________________
૧૭૮ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન ગાયકવાડ મહેસાણા રેલ્વે
આ રેલ્વે મધ્યમ પાટાની છે. ઈ. સ. ૧૮૮૭ માં મહેસાણાથી વડનગર શાખા ખુલ્લી મૂકાઈ હતી. ઈ. સ. ૧૮૯૧ સુધીમાં વીરમગામથી મહેસાણા અને વડનગરથી ખેરાળુ એ શાખાઓ તૈયાર થઈ. ઈ. સ. ૧૯૦૮-૯ માં ખેરાળુથી તરંગાહીલ, માણુંદરેડથી હારીજ અને ચાણસ્માથી બહેચરાજી વગેરે શાખાઓ બંધાઈ હતી. ઈ. સ. ૧૯૩૦-૩૧ સુધીની આ સર્વ ગાયકવાડની શાખાઓની લંબાઈ ૨૫૬૦૧ માઈલ હતી. આ સિવાય ૪૩૬૭ માઈલ લંબાઈની બીજી શાખાઓ બંધાય છે. આ રેલવેનું જંકશન મહેસાણું છે અને તેની આસપાસ સર્વ શાખાઓ પથરાયેલી છે. તેની વિગત પરિશિષ્ટમાં દર્શાવેલી છે. તે જ વર્ષમાં આ રેલ્વેની એકંદર આવક આશરે રૂ. ૨૧ લાખ હતી. આ રેલ્વેની ઉતારૂની આવક લગભગ માલની આવક કરતાં બમણું છે. ઈ. સ. ૧૯૩૧-૩૨ માં રેલ્વે મારફતે આશરે ૩૨૪ હજાર ટન માલની અવરજવર થયેલી અને તેમાંથી રેલ્વેને આશરે રૂ. ૬ લાખની એકંદર આવક મળેલી. આ માલમાંથી આશરે ૨૫૪ હજાર ટન આયાત થયેલો અને ૭૦ હજાર મણ નિકાશ થયેલ. આ ઉપરથી માલમ પડે છે કે આ રેલવે મારફતે આયાત વ્યાપાર ઘણા પ્રમાણમાં થાય છે. ગાયકવાડ રાજ્યના કડી પ્રાંતમાં આ રેલવે પથરાયેલી હોવાથી એક બીજા છલા સાથે વ્યવહાર સારે ચાલે છે. કડી પ્રાંતની મુખ્ય પેદાશ અળશી, તેલીબીયાં અને અફીણ વગેરે આ રેલ્વે મારફતે નિકાશ થાય છે. માલના આંકડા પરથી માલમ પડે છે કે આ રેલ્વે ઉપર અનાજ, આરસપહાણ, મીઠું, ગાળખાંડ, તેલીબીયાં અને રૂ તથા તૈયાર કાપડ વગેરે માલની અવરજવર વધારે થાય છેઆ રેવેને એક ફોટો ઠેઠ વિરમગામ સુધી જાય છે, બીજે નેત્રંગરોડ તરફ, ત્રીજો આંબલીયાસણ તરફ અને ચોથો બહેચરાજી તરફ જાય છે.
1-2-3 History of Indian Railways, (1932-83 ). pp. 52–83.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com