________________
૧૯૬ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન તાપ્તી વેલી રેલવે
એ રેલવે પહેળા પાટાની છે. ઈ. સ. ૧૮૯૮ માં આ રેલ્વે બંધાઈ હતી. તે વખતે તેની લંબાઈ ૩૫૯૧ માઈલ હતી. આ રેલવે તાપ્તી વેલી રેલવે કંપનીના તાબામાં છે, પણ તેની દેખરેખ અને વહીવટ બી. બી. એન્ડ સી. આઈ. રેલવેને સોંપેલો છે. આ રેલવે ઇ. સ. ૧૯૩૦-૩૧ સુધી ૧૫૫-૭૨ માઈલ લંબાઈની હતી, અને તે જ વર્ષમાં તેની એકંદર આવક આશરે રૂા. ર૭ લાખ હતી. આ રેલ્વેની આવક પરિશિષ્ટમાં બતાવ્યા પ્રમાણે માલના વ્યવહારના આધારે જ છે. માલની આવક ઉતારૂની આવક કરતાં ઘણું જ વધારે છે. તે સાબીત કરે છે કે આ રેલ્વે વ્યાપારનું મુખ્ય સાધન છે. એ રેવે ઉપર અગત્યનાં શહેરો સુરત, ઉધના, બારડોલી, વ્યારા, નંદર
બાર અને અમલનેર આવેલાં છે. બી. બી. એન્ડ સી. આઈ રેલ્વેના મુખ્ય માર્ગને આ રેલ્વે મધ્યહિન્દના વ્યવહાર સાથે જોડે છે. તાપી નદીની આસપાસ ઉત્પન્ન થતી પેદાશ આ માર્ગે જ નિકાશ માટે જાય છે. ઇ. સ. ૧૯૩૧-૩ર માં આ રેવે ઉપર આશરે ૩૨૦, હજાર ટન ભાવને વ્યવહાર થયેલ અને તેમાંથી રેલ્વેને આશરે રૂ. ૧૩ લાખ આવક મળેલી. આ માલમાં આશરે ૧૯૦ હજાર ટન માલ આયાત થયેલો ને ૧૩૦ હજાર ટન આ રેલ્વે મારફતે નિકાશ થયેલો. આ રેલ્વે ઉપર અનાજ, તેલીબીયાં, રૂ અને તૈયાર કાપડ વધારે અવરજવર થાય છે. સુરત અને ખાનદેશ વિભાગમાં આ રેલવે વ્યવહારનું મુખ્ય સાધન છે. ગાયકવાડ પેટલાદ રેલવે
આણંદથી પેટલાદ સુધીની આ રેવે ગાયકવાડના તાબામાં છે. આ રેલ્વે પહેલા પાટાની છે. ઈ. સ. ૧૮૯૦ માં આ રેહવે બંધાઈ હતી. આને વહીવટ બી. બી. એન્ડ સી. આઈ. રેલવે કરે છે, પણ
- History of Indian Railways,(1982–82) pp. 48% Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com