________________
૧૯૨ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાનઆ ઉપરથી માલમ પડે છે કે સાંકડા પાટાની રેલવે સાથે મોટર બહુ હરીફાઈ કરે છે. બી. બી. એન્ડ સી. આઈ. રેલવેને આ હરીફાઈથી વાર્ષિક આશરે રૂા. ૬ લાખની ખોટ જાય છે. ઉતારૂના વ્યવહારમાં ઘણા ભાગે મોટરો બહુ હરીફાઈ કરે છે; છતાં ખેડા જીલ્લામાં નદીયાદ અને કપડવંજ, કપડવંજ અને આણંદ વચ્ચે માલના વ્યવહારમાં હરીફાઈ એટલી વધી પડી હતી કે રેલ્વેને ભાવ ઘટાડવા પડેલા.
મેટરસ્પર્ધાથી લેને કે વ્યાપારની પ્રવૃતિને એકંદર લાભ થાય છે કે નહીં, તે કહી શકાય નહીં. રસ્તા અને રેલવેની હરીફાઈ વિષેની કમિટિ જણાવે છે કે “ઈલાકામાં મોટરવાહને જે ભાવ કે
છે તે સાધારણ રીતે લોકોપયોગી દૃષ્ટિએ ઘણો જ વધારે છે; પણ -જ્યાં સ્પર્ધા અત્યંત છે ત્યાં આ ભાવ ઘણે ઓછો માલમ પડે છે. છતાં મેટરવ્યવહાર ઉપર કંઈ વધારે અંકુશ જોઈએ એમ ઘણા માણસનું માનવું છે. ગુજરાતમાં ફક્ત અગત્યનાં સ્થાએ કે જયાં રેલવે વ્યવહાર નફાકારક છે ત્યાં રેલ્વે જોવામાં આવે છે. જે ઠેકાણે રેવે પહોંચી ન શકે ત્યાં મોટરવાહને ને ઉપયોગ મેટા પ્રમાણમાં થવો જોઈએ અને તે માટે રસ્તાની ખીલવણની પણ જરૂર છે. શ્રી. મહેતા જણાવે છે કે ગુજરાતમાં ખેતીની પેદાશની અવરજવર માટે ગામડાંથી રેલવે સ્ટેશન સુધી સારા રસ્તાઓ અને મોટરવ્યવહારની ઘણું જરૂર છે; તેથી રસ્તાની ખીલવણું જેસાભેર થવી જોઈએ. હાલની રસ્તા અને રેલ્વેની હરીફાઈએ રેલવે સત્તા તેમ જ સરકારનું ઘણું ધ્યાન ખેંચેલું છે. ઈ. સ. ૧૯૨૮ માં રસ્તા
2-3 Report, Road and Rail Competition, (Bombay Presidency), pp. 11-18.
| Report, Road and Rail Competition, Bombay Presidency ), p. 24.
2 Mehta, Rural Economy of Gujarat, pp. 206–207., Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com