________________
પ્રકરણ ૮ મું
અર્વાચીન સમયને વ્યવહાર
અગ્રેજી રાજ્યની શરૂઆતમાં વ્યવહારની સ્થિતિ
ગુજરાતમાં રેવે આવી ત્યાં સુધી જમીનમાર્ગે વ્યવહાર સારી હાલતમાં ન હતું. કાચી સડકો ઉપર વણઝારાઓ ઊંટ કે પિડીયા ઉપર માલ લાદીને એક જગ્યાએથી બીજે લઈ જતા. રસ્તામાં ચારલૂંટારાને ભય પુષ્કળ હોવાથી તેઓને હથિયારે અને સૈનિકે રાખવા પડતાં. તેમાં કેટલીક વખત લાંબી મુસાફરીમાં પોઠીયા મરી જવાથી માલને પણ બગાડ થતે. ચોમાસામાં જમીનમાર્ગ લગભગ બંધ રહે, કારણ કે નદી ઉપર પૂલનાં સાધન ન હોવાથી નદીને ઓળંગવી મુશ્કેલી પડતી, તેમ જ રસ્તામાં માલને સંભાળી શકાતે નહીં. સને ૧૮૫૦ ને જાન્યુઆરીમાં લહૌસી ગવર્નર જનરલ મુંબઈ આવ્યો ત્યારે દેશી અને પરદેશી વ્યાપારીઓએ માનપત્ર આપેલું અને તેમાં નીચે પ્રમાણે ઉગારો કાઢેલાઃ માહેલા દેશ સાથે વ્યવહાર ચલાવવાની રીતિ એવી દુઃખ ઉપજાવનારી છે કે વારે ઘડીએ ઘણીએક કિંમતી ચીજોને બજાર તથા ગાડી વગર ખેતરમાં નાશ થાય છે, અને જે ચીજો આ બંદર ખાતે આવે છે તેની કિંમતમાં ઘણો વધારે થાય છે, એટલે કે કોઈ વખતે બસે ટકા સુધી તે પણ ઘણોખરે ભાગ અંત આવી શકતો નથી, અને બાકીને આવે છે તેની જાતમાં હંમેશાં ઘટાડે થયેલ હોય છે.”૧ ગેઝેટીયરના કર્તાએ પણ જણાવે છે કે ગુજરાતમાં હાલના જેવી સડકો બિસ્કુલ ન હતી. અમદાવાદ ગેઝીવર
૧. આલપાઈવાળા, મુંબઈ ઈલાકામાં લોટાની સડકની જરૂરીઆતો ફાયદા (૧૮૫૩, ૫. ૩૪-૩૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com