________________
અર્વાચીન સમયને વ્યવહાર
[ ૧૬૭
આ ઉપરથી માલમ પડશે કે આખા ઈલાકામાં ૮,૭૨૦ માઈલના કાંકરીવાળા અને ૨૦,૫૯૬ માઇલ કાંકરી વગરના રસ્તા હતા. આમાં ગુજરાતમાં કેટલા રસ્તાઓ છે, તેની ખબર પડી શકતી નથી. ઇલાકામાં દક્ષિણમાં ડુંગરાળ પ્રદેશ, ઉત્તરમાં સિંધનું રણ અને કાઠીયાવાડમાં ઉચ્ચ પ્રદેશ હોવાથી મૂળ ગુજરાતમાં બીજા પ્રાંતના કરતાં રસ્તાઓ વધારે તે હેવા જોઈએ, એમ ધારી શકાય. તે જ કમિટિના સવાલના જવાબમાં પ્રાંતિક સરકાર લખે છે કે “જે કે સિંધ સિવાય ઇલાકામાં રસ્તાઓ સારી રીતે પથરાયેલા છે, તે પણ ગુજરાત, રાજપુતાના વગેરે પ્રદેશોના અમુક ભાગમાં રસ્તાની ખોટ છે. તે ઉપરાંત હયાત રસ્તાઓ પણ મેટરવ્યવહારથી ઘણું જ ઘસાઈ ગયેલા હોવાથી ફરીથી બંધાવવાની જરૂર છે.”૨ ઈ. સ. ૧૯૨૨ ની ગણત્રી પ્રમાણે ગુજરાતના પાંચ જીલ્લામાં કાંકરીવાળા ૬૯૭ માઈલ અને સાધારણ રસ્તા ૭૯૭ માઈલ હતા, એમ શ્રી. મહેતા જણાવે છે. ત્યાર પછી રસ્તાઓ વધેલા હોય તો પણ ગુજરાતના વિસ્તારના પ્રમાણમાં રસ્તાઓ ઘણા જ એાછા છે, એમ માની શકાય.
કાઠીયાવાડના રસ્તાઓની સ્થિતિ વિષે પશ્ચિમ હિન્દનાં દેશી રાજ્યોના એજન્ટ તે જ કમિટિના સવાલના જવાબમાં લખે છે કે “કાઠીયાવાડમાં ચાર મોટા ઘેરી રસ્તા આવેલા છે. રાજકોટથી જૂનાગઢ (૬૨ માઇલ); રાજકોટથી ભાવનગર (૧૦૭ માઈલ); રાજકોટથી વઢવાણ (૬૬ માઈલ); અને રાજકેટથી જોડીયા (૫૭ માઈલ). આ ધોરી રસ્તા સિવાયના બાકીના રસ્તા તદન ખરાબ છે.” બનાસકાંદા વિષે લખે છે કે “પ્રદેશ રેતાળ હેવાથી અને કાંકરીના રસ્તાના ઉલ્લોગના અભાવથી કાચા રસ્તા ઉપર વ્યવહાર ચાલે છે અને તેથી
1-2 Report, Indian Rond Development Committee, vid. Vol. 1, pp. 59–61.
3 Mehta, Rural Economy of Gujarat, p. 206. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com