________________
અર્વાચીન સમયને વ્યવહાર
[ ૧૬૫ છે. આથી યાંત્રિક વ્યવહાર, આંતરરાષ્ટ્રિય ઉદ્યોગ અને બીજી પ્રવૃતિએમાં એકંદર વૃદ્ધિ પુષ્કળ કરે છે. આ જ પ્રમાણે દેશના વિભાગોની પણ સ્થિતિ સમજવી. દેશના જુદા જુદા પ્રાંતે દરેક પ્રવૃત્તિને ખીલવવાને લાયક હોઈ શકતા નથી. કેઈ પ્રાંતમાં જંગલની સારી પેદાશ હેય, તે કઇમાં ખેતીની સારી પેદાશ હોય, તે કોઈમાં ઔદ્યોગિક પ્રવૃતિ સારી હેય. આ પ્રમાણે દરેક પ્રાંત પોતપોતાની પ્રવૃત્તિને ખીલવીને અને અન્ય લાભકર્તા થાય છે, એટલું જ નહીં પણ દેશની એકંદર સમૃદ્ધિમાં વધારો કરે છે. દુષ્કાળ વગેરે આપત્તિમાં વ્યવહાર એ એકબીજા પ્રાંતને મદદ કરવાનું ઉત્તમ સાધન છે. યાંત્રિક વ્યવહારથી દેશકાળમાં ઘણું જ પરિવર્તન થયું છે. દૂર દેશમાં ઘણા જ ઓછા વખતમાં મુસાફરી થઈ શકે છે, તેમ જ એકબીજા દેશના ખબર ટૂંક સમયમાં મળવાથી તાત્કાલિક ઉપાયો લઈ શકાય છે. તે ઉપરાંત, બીજ ઘણું લાભ થાય છે. અર્વાચીન યાંત્રિક વાહને
અર્વાચીન સમયમાં યાંત્રિક વાહનેની પુષ્કળ શોધે થયેલી છે. જમીનમાર્ગે, દરિયામાર્ગે કે હવાઈ માર્ગે વ્યવહાર થઈ શકે છે. જમીનમાર્ગે ટૂંકી મુસાફરી માટે મેટર કે લોરીઓ અને લાંબી મુસાફરીમાં રે એ મુખ્ય સાધન છે. જળમાર્ગે નદીમાં કે નહેરમાં નાની આગબેટ અને દરીયામાં મેટી આગબે કે સ્ટીમરે એ મુખ્ય સાધનો છે. હવાઈમાર્ગે હવાઈવિમાને કે હવાઇવહાણો એ મુખ્ય સાધને છે. છેલ્લાં સાધને હિન્દુસ્તાનમાં પણ વપરાવા લાગ્યાં છે, પણ હજુ મોટા પ્રમાણમાં વ્યવહારના ઉપયોગમાં આવતાં નથી. તેમને મુખ્ય ઉપગ પત્રવ્યવહાર કે ઉતારૂવ્યવહાર માટે થાય છે. પહેલી બે જાતનાં સાધનો આ દેશમાં ઠીક પ્રમાણમાં વપરાય છે; પણ બીજા દેશોની સાથે સરખાવતાં તેમ જ દેશને વિસ્તાર ધ્યાનમાં લેતાં એ સાધને પૂરતાં નથી, એ કહેવું ખોટું નથી. હુંકા વ્યવહારમાં મોટર ગાડી છેલ્લા દશકાથી બહુ જ વપરાશમાં આવવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com