________________
૧૬૬ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન લાગી છે અને તેણે રેલવેના વ્યવહારને ઘણું જ નુકશાન કરેલું છે તે આગળ ઉપર તપાસીશું. લાંબા વ્યવહારમાં રેલ્વે સિવાય જમીનમાર્ગે બીજું સાધન કંઈ નથી. જળમાર્ગે, આ દેશમાં સારા વહેણવાળી નદીઓના અભાવે નદીમાં કે નહેરમાં આગબેટ વપરાતી નથી. ઉત્તર હિન્દની નદીઓમાં અમુક અંતર સુધી આગબેટે આવી શકે છે. તે સિવાય કિનારાનો વ્યાપાર અને પરદેશી વ્યાપાર નાની આગબેટા મારફતે થાય છે. ગુજરાતમાં કાઠીયાવાડનાં અમુક બંદરે બાદ કરીએ તે નાનાં બંદરોએ ફક્ત કિનારાનો વ્યવહાર જ રહે છે. મુંબઈ બંદરે સર્વનું નૂર હરી લીધેલું છે. જમીનમાર્ગે ગુજરાતમાં નાના ગામડામાં ગાડા કે પ્રાણી મારફતે, મેટા શહેરમાં મેટર કે લેરી મારફતે અને આખા વિભાગમાં રેલ્વે મારફતે વ્યવહાર ચાલે છે. સ્તાઓ અને તેને વ્યવહાર
શરૂઆતમાં જણાવ્યા પ્રમાણે આપણા દેશની કે પ્રાંતની સ્થિતિ વિષે ચોક્કસ ખબર નહીં મળવાથી ઘણું જ અગવડ પડે છે. ઇલાકામાં કે દેશમાં કેટલા કાંકરીવાળા અને કેટલા સાધારણ રસ્તા છે તેની વાર્ષિક ગણત્રી થતી નથી. ઇ. સ. ૧૯૨૮માં હિન્દના રસ્તાની ખીલવણ માટે મળેલી કમિટિએ કરેલી અને મુંબઈ સરકારે ઈલાકાના રસ્તા વિષેની કરેલી ગણત્રી, એ બે નીચેના કોઠામાં બતાવી છે.
કે નં. ૧૧
રસ્તાની જાત
પ્રાંતિક સરકારના | સ્થાનિક સત્તાના તાબામાં (માઇલમાં) તાબામાં (માઈલમાં) ૬,૨૧૬
૨,૫૦૪
કાંકરીવાળા રસ્તા
કાંકરી વગરના
છે.
૨,૩૫૯
૧૮,૨૩૭
એકંદર
૮,૫૭૫
૨૦,૭૪૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com