________________
૧૬૮ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન મેટરવ્યવહારને ઉપગ થ અસંભવિત છે. ઈ. સ. ૧૯૩૨-૩૩ માં “હિન્દના રસ્તા અને રેલ્વેની સ્પધ” તે વિષય તપાસવા મળેલી કમિટિ પણ જણાવે છે કે મુંબઈ ઈલાકામાં ચોક્કસ આંકડા નહીં મળવાથી વ્યવહારની સગવડની ખરી સ્થિતિ વિષે ચોક્કસ નિર્ણય કરી શકાતો નથી; તેથી માત્ર અંદાજ ઉપર આધાર રાખવો પડે છે. આ કમિટિની ગણત્રી પ્રમાણે આશરે ૯,૭૬૦ માઇલ કાંકરીવાળા, ૪,૦૦૦ માઈલ કાંકરી વગરના પણ સારી હાલતમાં અને ૪,૨૦૦ માઇલ બીજા કાંકરી વગરના રસ્તા હતા. છેલ્લા બન્ને જાતના રસ્તા માસામાં વ્યવહારને માટે પ્રતિકૂલ છે. કાંકરીવાળો એક માઈલ રસ્તા સરાસરી ૧૨૨ ચોરસ માઇલ પ્રદેશને લાભ આપે છે અને કાંકરી વગરના સુધરેલા રસ્તાઓ ગણુએ તો મોટરને ઉપયોગી એક માઈલ રસ્તો સરાસરી પ્રમાણે ૫-૮ ચોરસ માઈલ વિસ્તારને લાભ આપે છે, અને સર્વ રસ્તાઓ ગણીએ તો આંકડો ૪૩૫ ચોરસ માઇલ થાય છે. આ ઉપરથી એમ માની શકાય કે ઘણા માણસો સાધારણ રીતે રસ્તાથી બે માઈલની હદમાં છે, જો કે કેટલેક ઠેકાણે એમ નહીં હેય. ઈલાકાના રસ્તા વિષેની ઉપર્યુક્ત વિગત ગુજરાતને પણ ઘણે ભાગે લાગુ પડી શકે. સિંધ, મહારાષ્ટ્ર કે કાઠીયાવાડ વગેરે કરતાં મૂળ ગુજરાતમાં એક બે અપવાદ સિવાય રસ્તાની સ્થિતિ સારી તે નહીં જ હોય.
રસ્તા અને રેલ્વેની હરીફાઈ વિષેની કમિટિ જણાવે છે કે ઈલાકામાં મોટરવ્યવહારની પ્રગતિ સાથે પ્રાંતિક, સ્થાનિક કે. જીલ્લાની સત્તાના નાણાંભંડોળમાં વધારો નહીં થયેલ હોવાથી રસ્તાઓ ઘણી જ ખરાબ દશામાં છે. ઘણે ઠેકાણે નદીઓ ઉપર પૂલે
| Report, Road Development Committee, Evidence Vol. . pp. 308–310.
? Report, Road-Rail Competition, (Bombay Province ), pp. 5-7. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com